આતંકી જૈબુલ્લાહના ખુલાસાથી પાક.બેનકાબ

નવી દિલ્હી : ભારતીય સૈન્યને તાજેતરમાંજ એક જીતો આતંકવાદી પકડી પાડવાની સફળતા મળવા પામી છે. જૈબુલ્લાહની ધરપકડ બાદ આતંકવાદને લઈ અને કેટલાક મોટા ખુલાસા થવા પામી રહ્યા છે અને તેનાથી પાકીસ્તાનનો ચહેરો પણ બેનકાબ થવા પામી રહ્યો છે. આતંકીની પુછતાછમા સનસનીખેજ ખુલાસાઓ થવા પામી રહ્યા છે. લેટથી આ આતંકી સંકળાયેલો છે. તેણે કબુલાતકરી છે કે, ચાર આતંકીઓ ધુસપેઠ કરી ગયા છે જેમાથી બે માર્યા ગયા છે. આ શખ્સો લશ્કરે એ તોયબાના ર૧ દીવસના આતંકીટ્રેનીંગ કરી છે. ઉપરાંત તાલીમ વખતે તે હાફીઝ અને લખવીને પણ મળ્યો હતો.વધુમાં આ શખ્સે એમ પણ કહ્યુ છે કે, લશ્કરે તોયબા રોહીગ્યાના નામે ફડ એકત્રીત કરી રહ્યુ છે. ઝડપાયેલો આતંકી બોસાનના મુલતાનનો રહેવાસી છે.