આતંકી ઘુષણખોરીના ઈનપુટ બાદ હરામીનાળા પર ચુસ્ત પેટ્રોલિંગ

બીએસએફના ઈન્ચાર્જ આઈજીએ છ કલાક સુધી ખુદી ક્રિક સરહદ : જવાનોને પણ સર્તક રહેવાની અપાઈ ખાસ સૂચના
ભુજ : કચ્છ અને ગુજરાતની દરિયાઈ સીમામાંથી આતંકી ઘુષણખોરી થઈ હોવાનાં ઈનપુટને પગલે કચ્છની સરહદ પર સજ્જડ સુરક્ષા કાયમ છે. ભારતીય સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા જળ સીમા, ક્રિક સરહદ અને ભૂમીની રણ સરહદો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. કચ્છ બીએસએફના ઈન્ચાર્જ ડીઆઈજી સુદેવને સરહદી સમીક્ષા સંદર્ભે કચ્છઉદય સાથે વાત કરતા કહ્યું હતું કે, કચ્છની ક્રિક સરહદ પર બીએસએફના ક્રોકોડાઈલ કમાન્ડો સહિતના જવાનો દ્વારા સતત પહેરો ભરવામાં આવે છે. પરંતુ ગઈકાલથી એલર્ટ જારી થયા બાદ વધુ પડતી સતર્કતા દાખવવામાં આવતી હોવાનું ઈન્ચાર્જ ડીઆઈજીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખુદ પોતે છ કલાક સુધી સમગ્ર હરામીનાળા અને ક્રિક વિસ્તારમાં છાન મારી હતી. સતત પેટ્રોલિંગ કરીને કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે રીતે સરહદ પર બાજ નજર રાખવામાં આવતી હોવાનું તેમણે કહ્યું હતું. હરામીનાળાના અટપટા વિસ્તારમાં ઘુષણખોરો કયાંથી ઘુસી શકે છે. વ્યુહાત્મક હરામીનાળામાં કઈ રીતે પેટ્રોલિંગ કરવું નાપાક ઘુષણખોરીને કઈ રીતે અટકાવવી તે સહિતની તમામ સ્થીતિનું તેમણે નિરિક્ષણ કર્યું હતું. આ સાથે બીએસએફના જવાનોને પણ સતત એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. વધુમાં ઈન્ચાર્જ ડીઆઈજીએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે દિવસથી સતત પેટ્રોલિંગમાં કોઈ સંદિગ્ધ હિલચાલ હજુ સુધી જાવા મળી નથી. તેમ છતા એજન્સી સતત આવધ છે.