આતંકની દુનિયાનો ખૌફ જોવો હોય તો જરૂર જોજો આ ફિલ્મ

ફિલ્મનું નામ – ઓમેર્ટા

ડાયરેક્ટર – હંસલ મહેતા
સ્ટાર કાસ્ટ – રાજકુમાર રાવ, રાજેશ તૈલંગ, રુપિંદર નાગરા, કેવલ અરોડા
સમય – 1 કલાક 38 મિનીટ
સર્ટિફિકેટ – U/A
રેટિંગ – 3.5 સ્ટાર

નેશનલ એવોર્ડ વિનિંગ નિર્દેશક હંસલ મહેતા અને રાજકુમાર રાવની જોડીએ શાહીદ, સિટી લાઈટ્સ, અલીગઢ જેવી બેસ્ટ ફિલ્મો આપી છે. હવે આ જોડી ઓમેર્ટાને લઈને એકવાર ફરીથી અલગ પ્રકારનું સિનેમા લઈને આવી છે. ફિલ્મને અનેક ફેસ્ટિવલમાં પહેલા બતાવાઈ ગઈ છે, જ્યાં તેના વખાણ થયા હાત. આ ફિલ્મને સેન્સબ બોર્ડની મંજૂરી મેળવવા માટે પાપડ બેલવા પડ્યા હતા. બહુ જ મહેનત બાદ કોઈ રીતે આ ફિલ્મ રિલીઝ માટે તૈયાર કરાઈ હતી.

કહાની
ફિલ્મની વાર્તા ઓમાર શાહીદ શેખ (રાજકુમાર રાવ)ની છે, જે પેદા તો પાકિસ્તાનમાં થયો, પણ તેનો ઉછેર લંડનમાં થયો હતો. ઓમાર, બોસનિયામાં મુસલમાનો પર થયેલા હુમલાનો બદલા લેવા માટે પહેલા પાકિસ્તાન જાય છે અને ત્યાંથી ભારતના દિલ્હીમાં રહીને અનેક ઘટનાઓને અંજામ આપે છે. ફિલ્મમાં 1992થી લઈને 2002 સુધીના સમયમાં ઓમારના ખતરનાક ઈરાદા વિશે બતાવવામાં આવ્યું છે. જેમાં દિલ્હીમાં વિદેશીઓનુ કિડનેપિંગ, કંધાર વિમાન સમજોતા, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો અને સાથે જ બ્રિટિશ જર્નાલિસ્ટ ડેનિયલ પર્લની હત્યાની સાથે બીજી અન્ય ઘટનાઓનો પણ ઉલ્લેખ કરાયો છે. ફિલ્મમાં તમામ સંદર્ભોને કેવી રીતે બતાવવામાં આવ્યા છે, તે માટે તમારે આ ફિલ્મ જોવી પડશે.

ફિલ્મ કેમ જોવી
આ ફિલ્મ માત્ર 98 મિનીટની છે, જે હંસલ મહેતાની અત્યાર સુધીની સૌથી નાની ફિલ્મ છે. પરંતુ રાજકુમાર રાવે ફરીથી ઉમદા અભિનય કર્યો છે. તે ઓમારના પાત્રમાં પૂરી રીતે લિપ્ત થયેલો નજર આવે છે અને એવા અનેક સીન છે, જેમાં રાજકુમાર રાવ એકદમ અલગ અવતારમાં નજરે આવે છે. એમ કહી શકાય કે, આ ફિલ્મને બનાવવું સરળ ન હતું. આવી ફિલ્મ હંસલ મહેતા જેવા ફિલ્મમેકર જ બનાવી શકે છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર બહુ જ સરસ છે. એવા અનેક સીન છે, જે તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે, શું સાચે જ ઓમાર આટલો ખતરનાક આતંકવાદી હતી. ફિલ્મનું રિસર્ચ વર્ક કમાલનું છે. ફિલ્મ જોતા સમયે એવું જરા પણ નહિ લાગે કે, હંસલ મહેતાએ ફિલ્મ બનાવતા સમયે ઓમારના પરિવાર સાથે મુલાકાત નથી કરી. ફિલ્મની રફ્તાર પણ બહુ જ શાનદાર છે.

આ ફિલ્મના કેટલાક સીન પર સેન્સર બોર્ડે કાતર મારી છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં તો આખી બતાવવામાં આવી હતી, પણ તેના બાદ સેન્સર બોર્ડે તેના કેટલાક સીન કટ કરાવવા કહ્યું હતું, જેના બાદ તે મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઈ છે.