આણંદ જિલ્લામાં ૨૮મીથી ૫ મે સુધી સંપૂર્ણ લોકડાઉન

(જી.એન.એસ)આણંદ,આણંદમાં કોરોના વાયરસનો કહેર સતત ઉતાર ચઢાવ કરી રહ્યો છે. એપ્રિલ માસમાં બે વખત કોરોના સદી અને ૧૦ વખત હાફ સેન્ચુરી વટાવી ચુકયો છે. જો કે આજે આણંદ તાલુકાના ૧૦૪ કેસ નોધાયાછે. જેમાં આણંદ શહેરના ૪૮ પોઝિટીવ કેસ નોંધતા ૪૦ ટકા કેસ આણંદ શહેરના નોંધાયા છે. મંગળવારે ૩૮૬ દિવસ બાદ જિલ્લામાં સૌથી વધુ ૧૨૪ પોઝિટીવ કેસ નોંધાયા છે.આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર વધતાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં ૨૮થી ૫ મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે જિલ્લામાં રાત્રિના ૮થી સવારના ૬ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ યથાવત રહેશે. આણંદ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન જાહેર થતાં જીવન જરૂરીયાતની વસ્તુઓ અને મેડિકલ સેવા ચાલુ રહેશે. આણંદ જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આણંદ શહેર અને તાલુકામાં રોના સંક્રમણની ચેઇન તોડવા માટે વેપારીઓ સહિત સૌનો સહકાર જરૂરી છે. તે માટે આણંદ જિલ્લા કલેકટર આર.જી.ગોહિલે વેપારીઓ સાથે બેઠક કરીને શહેર સહિત જિલ્લામાં સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન અમલ કરીને સાંજના ૫ વાગ્યા બાદ દુકાનો સંપૂર્ણ બંધ રાખવા માટે સમજાવ્યા હતા. જેથી વેપારી પણ કોરોના મહામારીને નાથવા માટે સાંજના ૫ વાગ્યાબાદ બજારો બંધ રાખવા સહમતી દર્શાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ વધી જતાં આણંત જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળી અને આણંદ તાલુકાના ગામડી ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ઉમરેઠ તાલુકામાં સુંદલપુરા, થામણા, ઉંટખરી અને ઘોરા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આગામી ૫ દિવસ માટે જાહેર કરવામાં આવ્યું છે.