આડેસર-સામખિયાળી હાઈવે પર બે ટ્રેઈલર ફટકાતા એકનું મોત

શિણાઈ-માથક રોડ ઉપર ટેમ્પો અને તૂફાન વચ્ચે અકસ્માતમાં પ્રૌઢને ઈજા

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં બે માર્ગ અકસ્માતમાં એક માનવ જિંદગીઓ પર પૂર્ણ વિરામ મુકાયું હતું. આડેસર-સામખિયાળી હાઈવે પર બે ટ્રેઈલર ફટકાતા એકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે શિણાઈ-માથક રોડ ઉપર ટેમ્પો અને તૂફાન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક પ્રૌઢને માથામાં હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ થઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસરથી સામખિયાળી હાઈવે ગરૂડી માતાના મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે છોટમલ બંસીલાલ બેરવાએ હતભાગી આરોપી ભાગલચંદ જગન્નાથ બેરવા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. હતભાગી પોતાના કબજાનું આરજે-પર-જીએ-૩૮૧૬ નંબરનું ટ્રેઈલર પૂરપાટ વેગે અને બેદરકારી પૂર્વક હંકારી આગળ જતા એચઆર૬૩-સી-૦૭૯૩ નંબરના ટ્રેઈલરમાં ભટકાડતા હતભાગી ચાલકને શરીરના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવને પગલે આડેસર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ શિણાઈથી માથક જતા રોડ પર વડવાળા હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે નજમલ ઉમરભાઈ રાયમાએ આદિપુર પોલીસ મથકે જીજે૧ર-ડીવી-પ૬૧૮ના ટાટા ટેમ્પોના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી ટેમ્પો ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને બેદરકારી પૂર્વક હંકારી સામેથી આવતી ફરિયાદીના પિતા ઉમરભાઈના કબજાની જીજે૦૪-એપી-રપ૮૭ નંબરની તૂફાનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફરિયાદીના પિતા ઉમરભાઈ રાયમાને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે અંજાર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.