આડેસર પાસે પ૩ હજારના શરાબ સાથે ત્રણ ઝડપાયા

પોલીસ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ગાંધીનગર પાર્સિંગની ઈનોવા કારમાંથી ૧૩ પેટી સહિત ૪.પ૩ લાખનો મુદ્દામાલ કરાયો હસ્તગત

રાપર : તાલુકાના આડેસર ગામે પોલીસ ચેકપોસ્ટ ઉપરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પ૩ હજારના શરાબ સાથે ત્રણ શખ્સોને ધરબોચી લીધા હતા. આડેસરના વરિષ્ઠ પીએસઆઈ કે.બી. જાડેજાએ વિગતો આપતા જણાવેલ કે, આડેસર પોલીસ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરતા હતા. ત્યારે ઈનોવા કાર નંબર જી.જે. ૧૮ બીએ ૭૩૪૪ આવતાં તેને રૂકાવી કારની તલાસી લેતા તેમાં જુદા જુદા બ્રાન્ડની ઈંગ્લીસ દારૂની પેટીઓ નંગ ૧૩ કિ.રૂા. પ૩ હજારનો જથ્થો મળી આવ્યો હતો. કારમાં સવાર બ્રિજેશ કાળુભાઈ વૈષ્ણવ (ઉ.વ. ર૮) (રહે ગાયત્રી સોસાયટી,અંજાર) તથા મહેતા રોહિત જીજ્ઞેશભાઈ (ઉ.વ. રર) (રહે રાજકોટ) તેમજ ભાનુપ્રતાપ રાજેશકુમાર રાજપૂત (રહે હરિયાણા)ને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી ૪ લાખની ઈનોવા કાર તથા શરાબ સહિત ૪ લાખ પ૩ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે ગુનો નોંધી દારૂનો જથ્થો કયાંથી લાવેલ અને ડિલિવરી કોને આપવા જતા હતા. તે સહિતની વિગતો જાણવા આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.