આડેસર પાસે ત્રિપલ અકસ્માત : એસ.ટી ચાલક સહિત બે ઘવાયા

રાપર : તાલુકાના આડેસર પોલીસ ચેકપોસ્ટ નજીક એસટીના ઠાઠામાં અન્ય બે ટ્રેઈલરો ભટકાઈ જતા ચાલક તથા મહિલાને ઈજાઓ થવા પામી હોવાનું જાણવા મળ્યું હતું.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રાજેન્દ્રસિંહ નથુસિંહ ચાવડા (ઉ.વ.૩૭) (રહે. પીલુદરા જિલ્લો. મહેસાણા)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓ વીસનગર એસટી ડેપોમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે. માતાનામઢથી વડનગર જવા માટે એસટી નંબર જીજે. ૧૮. ઝેડ. ર૪૬૩ લઈને રવાના થયા હતા અને રાત્રીના બે વાગ્યે આડેસર ચેકપોસ્ટ પાસે પહોંચતા તેઓની એસટીના ઠાઠામાં ટ્રેઈલર નંબર આરજે. ૧૪. જીડી. ૭૦૪૯ પણ ભટકાઈ ગયેલ જેના લીધે એસટીમાં નુકશાન થયું હતું. જ્યારે તેઓ તથા બસમાં મુસાફરી કરતી એક મહિલાને ઓછીવતી ઈજાઓ થતા ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ટ્રેઈલર ચાલક સામે આડેસર પોલીસે ગુન્હો નોંધી હેડ કોન્સટેબલ બલભદ્રસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી.