આડેસર ચેકપોસ્ટ પાસે કત્તલખાને લઈ જવાતા ભેંસ-પાડા મુક્ત કરાવાયા

૪ આરોપીઓ સામે નોધાઈ ફરિયાદ

રાપર : કચ્છના પ્રવેશદ્વાર આડેસર પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કત્તલખાને લઈ જવાતા ચાર ભેંસ – પાડા મુક્ત કરાવી આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.રાપર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે મહિન્દ્રા પીકઅપ જી.જે. ૧ર એ.વાય. ૮૪૦૭ના ચાલકે પોતાના કબ્જાની ગાડીમાં ગેરકાયદે રીતે એક ભેસ અને ૩ પાડા ખીચોખીચ ભરી પાણી અને ઘાસચારાની સગવડ ન રાખી અબોલ જીવોને કત્તલ કરવાના ઈરાદે લઈ જતો હતો. જેથી ભેંસ અને પાડા મુક્ત કરાવાયા હતા. જેથી પોલીસે અબોલ જીવ ભરાવનાર અને મંગાવનાર ઈસમો સામે ફરિયાદ સરકાર તરફે દાખલ કરી હતી. જેમાં રાધનપુરના મેમદાબાદ ગામના ડ્રાઈવર રસુલભાઈ ઉમરભાઈ રાઉમા, રાપરના બૈયાવાંઢના ઉસમાનભાઈ અબ્દુુલભાઈ રાઉમા, રાપરના બામણસરના અબ્દુલભાઈ ઉર્ફે અબુડો ફતેહમામદ સમેજા અને ભાભરના ઈડરવા ગામના ઈન્દ્રીશખાન જીવણખાન મલેક સામે ફરિયાદ નોંધાઈ છે.