આડેસરમાં રેલ્વે પુલીયા નીચેથી પુરૂષનો મૃતદેહ મળ્યો

રાપર : તાલુકાના આડેસર ગામે રેલ્વે પુલીયા નીચેથી અજ્ઞાત પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરના આડેસર ગામે આવેલા રેલ્વે પુલીયા નંબર ૧૪પ નીચેથી આશરે ૪પ વર્ષના અજાણ્યા પુરૂષનો દુર્ગધ મારતો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી હેડ કોન્સટેબલ બલભદ્રસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી. આ લખાય છે ત્યાં સુધી હતભાગીની ઓળખ થયેલ ન હોઈ જેથી મરનાર કોણ અને કયાંનો તથા તેનું મોત કેવા કારણે થયેલ તે જાણી શકાયેલ નથી.