આડેસરમાંથી પોલીસે 43 હજારના શરાબ સાથે એક શખ્સને ઝડપ્યો

રાપર : તાલુકાના આડેસર ગામના ધાણકીયધારની બાવળની ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂર્વ બાતમીના આધારે આડેસર પોલીસે કરેલી કાર્યવાહીમાં જુદા જુદા બ્રાન્ડના દરૂની બોટલના ક્વાટરીયા તેમજ બિયરના ટીન મળીને 43 હજાર 200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આડેસર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન મળેલી બાતમીને આધારે ગામના ધાણકીયધારની બાવળની ઝાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં 384 નંગ દારૂના ક્વાટરીયા અને 48 બિયરના ટીન મળીને કુલ 43 હજાર 200નો શરાબ કબ્જે કરાયો હતો. સાથે જ આરોપી માવજી કરસનભાઈ કોલી (ઉ.વ.22, રહે. સણવા, તા.રાપર)ની ધરપકડ કરાઈ હતી. આ કાર્યવાહીમાં આડેસરના પીએસઆઈ વાય.કે. ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.