આડાના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવનનું દબદબાભેર લોકાર્પણ

તત્સમયે આડાના સીઈઓને પણ અપાતો હ’તો ત્રાસ : જીડીએમાં ભ્રષ્ટાચારનો ‘સડો’ ઉભો કરનાર કોણ

 

‘આડા’ના ભ્રષ્ટાચારી પૂર્વ સુકાની ફરી ચર્ચામાં
કચ્છભરની સત્તામંડળોમાં ચેરમેન રીપીટ કરાયા પરંતુ એકમાત્ર અંજારમાં જ કેમ અપનાવાઈ ‘નો-રીપીટ’થીયરી? : તત્સમયે અંજારમાં આડેધડ  મીલ્કતો, દબાણોના ઘોડાપૂર સર્જનાર વિવાદીત ‘સુકાની’ સામે સવાલોનો પટ્ટારો : આસપાસની કંપનીઓમાં આડેધડ કામો-ઠેકાઓ રાખી અને તેને છાવરતી નીતીઓ પ્રજાજનો-સરકારના હિતના ભોગે કોણે સાચવી? જનસંઘ-આરએસએસના સંસ્કારોને સમર્પિત વર્તમાન આડાના ચેરમેનની ટીમની કાર્યવાહીની ઠેર-ઠેરથી થતી સરાહના : નવનીર્મિત ભવનની ભેટ અરજદાર-કર્મચારીઓને માટે બનશે વધુ સુવિધારૂપ
ગાંધીધામ :પૂર્વ કચ્છના ઐતિહાસીક નગર અંજાર શહેરમાં સત્તામંડળની કચેરીનું આજ રોજ એક તરફ અદ્યતન નવા ભવનનું લોકાર્પણ કરવામા આવી રહયુ છે ત્યારે બીજીતરફ શહેર અને શહેરીજનોના વિકાસને કોરાણે મુકી અને માત્ર અને માત્ર પોતાના જ ગજવા ગરમ કરવામાં રટ્ટ રહેલા આડાના જ એક પૂર્વ સુકાની પણ આ તબક્કે ભારે ચર્ચાનું કારણ બન્યા હોવાનો વર્તારો ખડો થવા પામી રહ્યો છે.  આજે આડાના નવાભવનના ટાંકણે કેટલાક વર્ગમાં એ વાતો પણ સામે આવતી હતી કે, વર્તમાન ટીમ દ્વારા શહેરીજનો અને શહેરના વિકાસની દીશામાં કેટલી હદે સજજડ સક્રીય છે? દરમ્યાન જ આજના દીને આડાના ભ્રષ્ટાચારી પૂર્વ સુકાની પણ બીજીતરફ ગણગણાટનું કારણ બન્યા હતા. ગત ટર્મ સંપન્ન થવા પામી ગયા બાદ જિલ્લાની વિવિધ આથોરીટી અને સત્તામંડળમો ચેરમેન રીપીટ જ કરવામા અવ્યા હતા એકમાત્ર અંજારમાં જ કેમ નો રીપીટ થીયરી અપનાવાઈ? શું તે સમયમાં ભ્રષ્ટાચારે માજા મુકી હતીતે ફરીયાદો નડી ગઈ હતી કે કેમ? શહેરમાં ૧ર મીટર રીંગ રોડથી લઈ અને ઠેર-ઠેર છેટ ગળપાદર રોડ પર પણ દબાણોના ઘોડાપુર કોના કાળમાં સર્જાયા હતા? ગળપાદર પાસે તત્સમયે દબાણો હટાવવા માટે તંત્રએ કેટલાય પ્રયાસો કરાયા પરંતુ તે દબાણો દુર થઈ જ શકતા ન હતા.
ઉપરાંતમાં શહેરના મેકમર્ડાેના પ્રખ્યાત એવા ભવનને વિરાસત વીખી નાખી ત્યા ભવ્ય કોમ્પલેક્ષ બનાવી અને રોકડી કરી લેવાની વેતરણ સમાન અનેકવિધ પ્લાનો કોના કાર્યકાળમાં ઘડાયા હતા? ઉપરાંત અંજાર આસપાસન કંપનીઓમાં પણ તગડા ઠેકાઓ મેળવી લઈ અને આવી કંપનીઓને પ્રજા અને સરકારનાહિતના ભોગે પણ બધી જ છુટછાટ આપી દેવાની નીતીઓ કોણે અપનાવી? આજે જયારે વર્તમાન બોડી શહેરીજનોની સુખાકારી માટે સજજ છે અને નવા ભવનના લોકાર્પણ કરાવી રહ્યા છે ત્યારે બીજીતરફ ગત સુકાનીએ તો માત્ર અને માત્ર પોતાના જ ગજવા ગરમ કર્યા હોવાનો મુદો પણ બરાબર ગણગણાટ ઉભો કરી ગયો હતો.

 

‘આડા’ને આપો સહાયક અનુદાન : ગાંધીનગર કક્ષાએ રજુઆત

અંજાર : અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળની નગર રચના યોજના ન.૧ થી ૪ અને વીકાસ યોજનાના અમલીકરણ અન્વેયે આડા કચેરી દ્વરા વિકાસ કાયો હાથ ધરવાન થાય છે જે કામમાં મંજુર થઈ આવેલ અંતીમ નગર રચના યોજના ન. ૧થી ૪ની વળતરની રકમ, સત્તામંડળની નવીન કચેરીના બાંધકામનો ખર્ચ, ડીસી-પાંચના સર્કલ વિકસાવવા, અંજાર શહેરમાં સ્વામી વિવેકાનંદ સર્કલ વિકસાવવા, મંથુર થઈ આવેલ અંતી નગર રચના યોજના નંએકથી ચારના રસ્તા વિકસાવવા તેમજ સમારકામ, અંજાર શહેરના ગંગાઘાટ વિસ્તારને વિકસાવાવ, ગણેશ તળાવ વિકસાવવા, સત્તામંડળ હસ્તકના રીર્જવ પ્લોટનો પાર્કીગ વિકસાવવા માટે, સરકારની જુદી જુદી યોજનાની પ્રસિદ્ધી કરવા જાહેર સ્થળાએ આર્કીસટ્રેકચરલ સ્ટેચ્યુ લગાવી શહેરની શોભા વધારવા, રમતગમતના સાધનો ઉપલબ્ધ કરાવવા સહિતના મામલેની જરૂરીયાત અનુદાનીત રકમની વિગતો સાથે મુખ્ય નગરનિયોજક ગુજરાત રાજય ગાંધીનગર કક્ષાએ કરાઈ હોવાનુ નીરવ ભાદરીયાની યાદીમાં જણાવાયુ છે.

 

અંજારઃ અંજાર ખાતે અંદાજીત એક કરોડ અને નેવું લાખ રૂપીયાના ખર્ચે નવ નિર્મિત અંજાર વિસ્તાર વિકાસ સતામંડળની કચેરી પંડિત દિન દયાળ ઉપાધ્યાય ભવનનું લોકાર્પણ સંસદીય સચિવ અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ ગોપાલભાઈ આહીરના વરદ હસ્તે થયું હતું. આ સમારોહના અધ્યક્ષ પદે આડાના ચેરમેન નિરવભાઈ જે.ભારદીયા અને મુખ્ય અતિથિ પદે પ્રવાસ નિગમ(ગુજરાત સરકાર) કેશુભાઈ પટેલ તથા અતિથિ વિશેષ પદે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાંભઈબેન ઝરૂ, કચ્છ જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ
ગોવિંદભાઈ કોઠારી, ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, ભચાઉ વિસ્તાર વિકાસ સતા મંડળ ચેરમેન વિકાસભાઈ રાજગોર, ગાંધીધામ વિસ્તાર વિકાસ સતા મંડળના ચેરમેન મધુકાન્તભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાસ્ત્રોકત વિધી દેવેન કે.વ્યાસે કરાવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં આડાના ચેરમેન નિરવભાઈ જે.ભારદીયાએ પ્રાસંગીક પ્રવચનમાં સૌને આવકાર આપતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની પ્રેરણાથી નવ નિર્માણ પામેલી આ કચેરી શહેરીજનો માટે દિવાળી પહેલાંની એક શ્રેષ્ઠ ભેટ ગણાવી શકાય. અંજાર શહેરના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી અંજાર શહેરના શહેરીજનોની સુખાકારી માટે સતત ચિંતન રહે છે. જેનું ઉદાહરણ ભુકંપ પછી શહેરનો થયેલ વિકાસ ગણાવી શકાય.
ત્યારબાદ સચિદ્દાનંદ મંદિરના મહંત ત્રીકમદાસજી મહારાજ તથા સ્વામિ નારાયણ મંદિરના મહંતો દ્વારા આ શુભ પ્રસંગે આર્શિવન આપવામાં આવ્યા હતા.
પ્રવાસન નિગમના ડાયરેકટર કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ નવ નિર્મિત કચેરીના લોકાર્પણથી અંજાર શહેરની યશ કલગીમાં એક પીછું ઉમેરાયું છે. આજે ગૌરવ યાત્રા શરૂ થઈ ચુકી છે ત્યારે રાજય સરકાર દ્વારા અનેક ગૌરવ પુર્ણ કાર્યો પરીપુર્ણ થયા છે તેમાનું એક આ કાર્ય પણ ગણાવી શકાય.
ઉદઘાટા વાસણભાઈ આહિરે પોતાની આગવી લાક્ષણીક અદામાં પોતાનું વકતવ્ય આપતાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી તથા ગુજરાત સરકારના નોંધપાત્ર કાર્યોની નોંધ લઈ શહેરીજનોની સુખાકારી માટે સતત ચિંતિત રહેતા હોવાનું જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના સ્વચ્છતા મિશન જેવા કાર્યોમાં રાજય સરકાર પણ જાડાઈ છે ત્યારે પ્રજા તરફથી પણ પુરતો સહયોગ મળે તે સમયની માંગ છે.
મહત્વની વાત એ છે કે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિ નવા વર્ષ નિમિતે સ્નેહ મિલનનું આયોજન કરું છું તેમાં પ્રજાનો ઉમળકાભેર સહકાર પ્રાપ્ત થાય છે. જેની નોંધ ગત વર્ષે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત રહી અને લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, આખા ભારત ભરમાં આવું સ્નેહ મિલન મેં કયાંય નથી જાયું. તેમાં પ્રજાનો મારા પ્રત્યેનો ઉત્કૃષ્ટ પ્રેમ પ્રગટ થતો જાવા મળે છે. અને છેલ્લા વીસ વર્ષથી હું ધારાસભ્ય પદે રહ્યો છું ત્યારે તેનું ઋણ ચૂકવવું સતત પ્રયત્નશીલ રહું છું.
કાર્યક્રમનું સંચાલન દિગંતભાઈ ધોળકીયાએ અને આભારવિધી પ્રાન્ત અધિકારી અને મુખ્ય કારોબારી અધિકારી(આડા) વિજયભાઈ રબારીએ કરી હતી.
આ ભવ્ય સમારોહમાં સંસદીય સચિવ વાસણભાઈ જી.આહીર, આડાના ચેરમેન નિરવભાઈ જે.ભારદીયા, પ્રવાસન નિગમ ડાયરેકટર કેશુભાઈ પટેલ, સચ્ચિદાનંદ મંદિર મહંત ત્રિકમદાસજી મહારાજ, સ્વામી નારાયણ મંદિરના મહંતો, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, તાલુકા પંચાયત પ્રમુખ રાંભઈબેન ઝરૂ, કચ્છ જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ ગોવિંદભાઈ કોઠારી, સતા વિકાસ મંડળના ચેરમેન સર્વે કિરીટભાઈ સોમપુરા, વિકાસભાઈ રાજગોર, મધુકાન્તભાઈ શાહ, જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ દાવડા, ઉપ પ્રમુખ અનિલભાઈ પંડયા, શાસક પક્ષના નેતા ડેનીભાઈ શાહ, શિક્ષણ સમિતિ ચેરમેન કિશોરભાઈ ખટાઉ, વાઈસ ચેરમેન તેજસભાઈ મહેતા, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ આહીર, કાઉન્સીલરો સર્વે રાજુભાઈ પલણ, અશ્વિનભાઈ પંડયા, જયેન્દ્રસિંહ જાડેજા, કેશવજીભાઈ સોરઠીયા, ધર્મિષ્ઠાબેન એસ.ખાંડેકા, લીલાવંતીબેન પ્રજાપતિ, કરીમાબેન રાયમા, રામજીભાઈ ધેડા, મહેશભાઈ સોરઠીયા, રીન્કુ ગોસ્વામી, જયોત્સનાબેન દાસ, અંજાર મહીલા મોરચાના પ્રમુખ હર્ષાબેન ત્રિવેદી, હંસાબેન ઠક્કર, જયશ્રીબેન ઠક્કર, જયશ્રીબેન મહેતા, જયોતિબેન વાઘેલા, બિનાબેન સીતાપરા, શકીનાબેન કુંભાર, જવાહરભાઈ મહેતા, ગોપાલભાઈ માતા, જીવાભાઈ આહીર(જીવા શેઠ), મશરૂભાઈ રબારી, કાનજીભાઈ જીવાભાઈ આહીર, ત્રિકમભાઈ વાસણભાઈ આહીર, મહાદેવાભાઈ બટ્ટા, રણછોડભાઈ વાસણભાઈ આહીર, આશીષભાઈ ઉદવાણી, પ્રકાશભાઈ લોદરીયા, મનનભાઈ પોમલ, કિંજલભાઈ બુદ્ધભટ્ટી, ભરતભાઈ ઠક્કર, ઈસ્માઈલભાઈ ખત્રી, હસમુખભાઈ કોડરાણી, મહેન્દ્રભાઈ કોટક, દેવેન્દ્રભાઈ જવાહરભાઈ મહેતા, ધનજીભાઈ બકુત્રા, બ્રહ્મ પડકારના કુલદિપભાઈ પંડયા, મૌલિકભાઈ કોટક, મનોજભાઈ આશર, દિપકભાઈ શેઠીયા, જયંતિભાઈ અડીએચા, બાર એસોસીએશન પ્રમુખ કે.આર.સોરઠીયા, દિનેશભાઈ ઠક્કર, ભાવિકભાઈ સોરઠીયા, વિકાસભાઈ પુજારા, પીયુષભાઈ પટેલ, મોહનભાઈ મઢવી, હરીભાઈ આહીર, અમિતભાઈ વ્યાસ, અમિતભાઈ ઠક્કર, અશ્વિનભાઈ સોરઠીયા, કીરણભાઈ શાહ, શંભુભાઈ આહીર, કાનજીભાઈ સોરઠીયા, ખીમજીભાઈ એસ.સિંધવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.