આટલો ટેકો આપ્યો છે એ બહુ મોટી વાત છે – લાભાર્થી ઝરીનાબેન સીદી

રાપર ખાતે યોજાયેલા અન્ન દિવસ કાર્યક્રમના અનાજકીટના લાભાર્થી ઝરીનાબેન ઓસમાણ સીદી જણાવે છે કે, “આટલો ટેકો આપ્યો છે એ બહુ મોટી વાત છે. ઘરમાં ચાર જણાં છીએ. મજુરી કરનારને કોરાનાને વધુ માર આપ્યો છે ત્યારે આ અનાજ રાહત આપે છે.

મળતા અનાજ ઉપરાંત અમને વરસથી વિનામૂલ્યે અનાજ મળી રહયું છે. જેનાથી ઘણી બચત થાય છે. ને ફરી હસતાં હસતાં આ વાત જણાવે છે કે, બેન હંમેશ માટે મફતમાં અનાજ મળતું રહે તો કેવું સારું…..”

કોરોના મહામારીમાં નજીવી કિંમતે મળવાપાત્ર મળતા અનાજ ઉપરાંત સરકારે કરેલા વ્યકિતદીઠ વિનામૂલ્યે અનાજ વિતરણમાં ઝરીનાબેન જેવા તો અનેક પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજનો લાભ નવેમ્બર ૨૦૨૧ સુધી મળનાર છે. જે ઝરીનાબેન જેવા અનેક લાભાર્થી પરિવારના ચહેરા પર સ્મિત લાવશે.