આટલુ, માત્ર થાય, તો પણ કચ્છમાં ઓકિસજન સિલિન્ડરની ઘટ્ટ આપોઆપ નિવારી શકાય

  • વડોદરાથી મળતુ હાલમાં બંધ થયેલ રો મટીરીયલ સપ્લાય શરૂ કરાવો

જિલ્લાના પ્રભારી સચીવ અને કોરોનાને માટેના ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે નિમાયેલા શ્રી ગુપ્તા સમક્ષ સાંસદશ્રી સહિતાઓ આ બાબતે કરે અભ્યાસપૂર્વકની રજુઆત : કચ્છમાં ઓકિસજન પ્લાન્ટ-સિલિન્ડર પુરતા છે, પણ ટેસ્ટીગ, ગેસ કટીગ માટેના રો મટીરીયલની છે અછત : વડોદરાથી આ રો મટીરીયલ સપ્લાય અટકાવાયા હોવાનો વર્તારો

કાસેઝમાં ૪ થી ૫ હજાર ઓકસિજન સીલીન્ડર બનાવવાનું કામ ચળી ગયું છે ખોરંભે : અંજાર એસડીએ, કચ્છી રાજયમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા આ બાબતે શ્રી ગુપ્તાને સાચી સ્થિતીનો ચિત્તાર અપાવે તો જરૂરથી કોમર્શિયલ ઓકિસજનની ઘટ્ટ દુર થશે અને સિલિન્ડર મળતા થઈ શકશે

ગાંધીધામ : કચ્છમાં કોરોનાની મહામારી માજા મુકી ચુકી છે અને અહી પણ શબવાહીનીથી માંડી અને સ્મશાન સુધીમાં વેઈટીગ લીસ્ટ ચાલી રહ્યુ છે. ત્યારે કચ્છમાં સ્થીતી વધુ કણસતી અટકે તે માટે તમામ પ્રયાસો શરૂ કરાયા છે જેમાં હાલના સમયે સૌથી વધુ કિલ્લત ઓકિસનના સપ્લાયને લઈને થતી હોવાનુ સામે આવી રહ્યુ છે.દરમ્યાન જ જાણકારો દ્વારા કહેવાય છે કે કચ્છમાં ઓકિસજન સિલિન્ડરનુ કામ મોટા પ્રમાણમાં કાસેજમાં હાથ ધરવામાં આવ્યુ હતુ અને તે માટે બે મોટા યુનિટ પણ આગળ આવ્યા હતા. અંદાજીત ર થી ૩ હજાર સિલિન્ડર કાસેજ નિર્માણ કરી આપે તેવો આશાવાદ પણ ઉભો થયો હતો પરંતુ કોમર્શિયલ ઓકિસજન હાલના સમયે સ્થગિત કરી દેવામા આવ્યા હોવાના પગલે આ સિલિન્ડર બનવનારા યુનિટ પાંગળા બની રહ્યા છે. સિલિન્ડર બનાવવા માટે, ગેસ ટેસ્ટીગ કરવા માટે ઓકિસજનની જરૂરીયાત પડતી જ હોય છે. હાલના સમયે કાસેજમાં સિલિન્ડર નિર્માણ કરવાની તમામ તેયારીઓ કરી લેવાઈ, યુનિટો આગળ આવી ગયા પરંતુ, તે સિલિન્ડરના ટેસટીગ માટે, ઢાંકણા ફીટ કરવાને માટે ઓકસિજનની જરૂરીયાત પડે તે વડોદરા તથા જંગડીયા સહીતના વિસ્તારોમાથી આવતુ હતુ જે રો મટરીયલ અટકાવી દેવામા આવ્યુ હોવાથી આ સિલિન્ડરના કામનુ નિર્માણ પણ ધીમુ થઈ ગયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. હકીકતમાં આ બાબતે કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છી રાજયમંત્રી વાસણભાઈ આહીર અને અંજારના એસડીએમ સહિતનાઓ કચ્છના પ્રભારી સચિવ એવા શ્રી ગુપ્તાને આજ રોજ સાંજે યોજનારી મીટીગમાં સચોટ અને જયા રજુઆતો કરીઅને રો મટીરીયલ્સ મળતુ કેવી રીતે થાય તે બાબતે ધ્યાન દોરે તો કચ્છમાં ઓકિસજન સીલિન્ડરની કિલ્લત આપોઆપ ઘટી શકે તેમ છે.