આજે ૭મીએ “ વિકાસ દિવસ” નિમિતે ‘’આરોગ્યી સુખાકારી કાર્યક્રમ’’ નું આયોજન

કોરોના વોરિયર્સ, ૧૦૦% કોવિડ રસીકરણ થયેલ ગામોનાં સરપંચશ્રીઓનું સન્‍માન તેમજ PSA ઓકસિજન પ્‍લાન્‍ટનું લોકાપર્ણ

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ ગુજરાત સરકારશ્રી ના નેજા હેઠળ જીલ્‍લા વહિવટી તંત્ર કચ્‍છ દ્રારા ‘’પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસ’’ ના ભાગ રૂપે તા.૦૭/૦૮/૨૦૨૧ ના રોજ “ વિકાસ દિવસ” નિમિતે ‘’આરોગ્‍ય સુખાકારી” કાર્યક્રમનું આયોજન ઓડિટોરિયમ હોલ, અદાણી મેડિકલ કોલેજ, ભુજ મધ્‍યે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમ કચ્‍છ જીલ્‍લા પંચાયતના અધ્‍યક્ષતા માન.શ્રીમતી પારૂલબેન કારા પ્રમુખશ્રી જીલ્‍લા પંચાયત કચ્‍છ અને માન.ડો.નીમાબેન આચાર્ય ધારાસભ્‍ય ભુજ તેમજ અન્‍ય અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓની ઉપસ્‍થિતીમાં યોજવામાં આવશે.

આ કાર્યક્રમ અંતગર્ત મુખ્‍ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્‍ય મંત્રીશ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્‍વમાં સરકારનાં સફળતા પૂર્વકનાં પાંચ વર્ષ પૂર્ણ થયાનું તેમજ કોવિડ-૧૯ અંતર્ગત થયેલ સફળ કામગીરીનાં વિડિયો પ્રદર્શિત કરવામાં આવશે. ત્‍યાર બાદ માન.મુખ્‍ય મંત્રીશ્રીનું લાઇવ ઉદબોધન પ્રસારીત કરવામાં આવશે. માન.મુખ્‍ય મંત્રીશ્રીનાં ઉદબોધન બાદ ઉપસ્‍થિત મહાનુભવો દ્રારા કોવિડ જેવી મહામારીમાં ખડે પગે રહી આ મહામારીમાં પોતાનું અમુલ્‍ય યોગદાન આપનાર એવા “કોરોના વોરિયર્સ” તેમજ કોવિડ-૧૯ ની લડાઇમાં અગત્‍યનું અંગ કોવિડ રસીકરણ અંતર્ગત ૧૦૦% રસીકરણ થયેલ ગામો માટે સરપંચશ્રીનાં અમુલ્‍ય યોગદાનને ધ્‍યાને લઇ, આવા કચ્‍છનાં પ૦ ગામનાં સરપંચશ્રીઓનું સન્‍માન કરવામાં આવશે. આ ખાસ અવસરે આરોગ્‍યની વિવિધ જગ્‍યાઓ પર હંગામી ભરતી કરવામાં આવેલ છે, તેનાં નિમણુંક હુકમો મહાનુભવોનાં હસ્‍તે આપવામાં આવશે.

પ્રાણવાયુ  ઓકસિજન એ કોવિડની સારવારનું અગત્‍યનું અંગ હોઇ, સંભવિત ત્રીજી લહેરનાં તૈયારીનાં ભાગ રૂપે સરકારશ્રી દ્રારા પી.એમ.કેર, અન્‍ય સરકારી ફંડ તેમજ કંપનીઓનાં સહયોગથી સીઆરએસ ફંડ હેઠળ વિવિધ હોસ્‍પીટલ મધ્‍યે પી.એસ.એ.પ્‍લાન્‍ટની ઇન્‍સ્‍ટોલેશનની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. જે પૈકી પૂર્ણ થયેલ (૧) જી.કે.જનરલ હોસ્‍પીટલ ભુજ (૨) સમરસ કોવિડ-૧૯ હોસ્‍પીટલ ભુજ (૩)સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પીટલ અંજાર (૪)કોવિડ હેલ્‍થ સેન્‍ટર લીલાશા કુટીયા આદિપુર અને (૫) કોવિડ હેલ્‍થ સેન્‍ટર કડવા પાટીદાર છાત્રાલય નખત્રાણાનું ઇ લોકાર્પણમાં માન.મુખ્‍ય મંત્રીશ્રી દ્રારા મહાનુભવોની ઉપસ્‍થિતીમાં કરવામાં આવશે.       આ કાર્યક્રમને સફળ બનાવવા જીલ્‍લા વહિવટી તંત્રનાં વિવિધ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓશ્રીઓ જહેમત ઉઠાવી રહયા છે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.