આજે સાંજે નખત્રાણા ખાતે ભાજપનું વિજય ટંકાર યુવા સંમેલન

નલિયા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં ચૂંટણી જંગનો રાજકિય માહોલ ગરમાઈ રહ્યો છે. રવિવારે સાંજે પ કલાકે નખત્રાણા ખાતે યુવા ભાજપ દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની પ્રથમક્રમની અબડાસા વિધાનસભા બેઠક હેઠળ આવતા કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા ખાતે પ્રદેશ યુવા ભાજપના રૂતવિજ પટેલની ઉપસ્થિતિમાં યુવા સંમેલનનું આયોજન કરાયું છે. પ્રદેશ કક્ષાના યુવા આગેવાનો અબડાસા બેઠકના યુવા ભાજપ કાર્યકરોને ચૂંટણી સંબંધી માર્ગદર્શન આપી નવું જામ પુરૂ પાડશે. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા યુવા ભાજપના હોદ્દેદારો, યુવા કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહેશે.