આજે ભુજમાં સુવર્ણપ્રાસના ટીપાં પીવડાવાશે

સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ, સરપટ ગેઇટ, ભુજ ખાતે આજ તા.૭/૮/૨૦૨૧ શનિવારે સવારે ૯ થી ૧૨ વાગ્‍યા સુધી (પુષ્‍ય નક્ષત્ર) ના દિવસે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાસના ટીપાં વિનામૂલ્‍યે પીવડાવાશે. આગામી દરેક માસમાં આવતા પુષ્‍ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાસના ટીપાં પીવડાવાશે. આ સુવર્ણપ્રાસના ટીપાંથી બાળકનો સર્વાગી વિકાસ થાય છે, રોગ પ્રતિકાર શકિત વધે છે, સ્‍મૃતિ બુધ્‍ધિ વધે છે.

ચાલુ માસ તથા આગામી દરેક માસમાં આવતા પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશનના ટીપાં વિના મુલ્યે પીવડાવવામાં આવશે તેવું વૈધ પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ, ભુજની યાદીમાં જણાવાયું છે.