આજે બાબરી વિધ્વંશની રપમી વરસી : યુપીમાં એલર્ટ

નવી દિલ્હી : અયોધ્યામાં રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ દાયકાઓથી હજુ વણઉકેલ્યો જ રહ્યો છે.. આજે બાબરી વિધ્વંશની ૨૫મી વરસી છે. જેને વિશ્વ હિંદુ પરિષદ શૌર્ય સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનું આયોજન કર્યું છે.અયોધ્યા સહિત સમગ્ર ઉત્તરપ્રદેશ એલર્ટ પર છે અનેક જગ્યાએ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હજારો લોકો અયોધ્યામાં રામલલ્લાના દર્શનાર્થે આવી રહ્યા છે.મહત્વનું છે કે ૬ ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે હજારો કારસેવકો અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માગને લઈને વિવાદિત સ્થળે બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડ્‌યો હતો. જોકે રામલલ્લા મંદિરના મહંતે કહ્યું આ દિવસને શૌર્ય દિવસને બદલે સૌહાર્દ દિવસ તરીકે ઉજવણી કરવી જોઈએ.બાબરી મસ્જિદ વિધ્વંશની ૨૫મી વરસી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ આ ઘટનાને યાદ કરીને કહ્યું કે તે સમયે ૧ થી ૭ ડિસેમ્બર સવાર સુધી તેઓ ત્યાં જ હતા. ૬ ડિસેમ્બરે કોઈ ક્રિકેટ મેચ રમાઈ ન હતી. જે થયું ખુલ્લે આમ થયું હતું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ અભિયાન સાથે ૧૯૮૫થી જોડાયેલા છે.આ એવો મામલો છે જેને સમાધાન તરફ લઈ જવાનો છે. અને તે વાતચીત અથવા તો સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આધાર છે. જોકે તેમણે ૬ ડિસેમ્બરને લઈને કોઈ પણ પ્રકારનું નિવેદન કરવાનો ઈન્કાર કર્યો હતો.