આજે તા.૮-૮-૨૦૨૧ના રોજ અંજાર ખાતે શહેરી જનસુખાકારી દિવસ મનાવાશે

પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના કાર્યક્રમ  હેઠળ આજરોજ અંજાર ખાતે જિલ્લાકક્ષાનો શહેરી જનસુખાકારી  દિવસ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારાની અધ્યક્ષતા હેઠળ યોજાશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે અમદાવાદ ખાતેથી રૂ.૧૦૦૦ કરોડના ચેક/રકમ રાજ્યની નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ કામો માટે ઓનલાઇન અર્પણ કરવામાં આવશે. અંજાર ખાતે કચ્છ જિલ્લાની નગરપાલિકાઓને ચેક્ની રેપ્લિકા  મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે. કચ્છ જિલ્લાની નગરપાલિકાઓને રૂ. ૧૧.૩૭ કરોડ ના ચેક/રકમની ફાળવણી થશે. જેમાં ભુજને રૂ. ૨.૫૦ કરોડ, ગાંધીધામને રૂ. ૨.૫૦ કરોડ ,અંજારને રૂ. ૧.૫૦ કરોડ, માંડવીને રૂ. ૧.૫૦ કરોડ, રાપરને રૂ. ૧.૨૫ કરોડ, મુન્દ્રાને રૂ. ૧.૨૫ કરોડ ફાળવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તમામ નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી ,કારોબારી ચેરમેનશ્રી તથા તમામ નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.