આજે કોંગ્રેસ કમિટીની બેઠક : કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત અમદાવાદમાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીયપક્ષ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ગઈ કાલે સાંજે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અમદાવાદ પોહોંચ્યા હતા અને આજે પ્રદેશ કોંગ્રેસ કમિટીની બેઠક છે.આ બેઠકમાં ગેહલોતની ઉપસ્થિત રહીને ચૂંટણી અંગેની ચર્ચા રણનીતિ ઘડશે. અશોક ગેહલોતે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો,યુવાનો અને સામાન્ય લોકોના મુદ્દાઓ ઉઠાવશે. આજે યુવક કોંગ્રેસ સાથે પણ અશોક ગેહલોત બેઠક કરશે.આ આગાઉ ગત મહીને પ્રદેશ કારોબારી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું,
અમદાવાદનાં કોંગ્રેસ ભવનમાં સેવાદળની પ્રદેશ કારોબારીમાં સેવાદળના તમામ પદાધિકારીઓ સહિત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓ જીતવા ગામડાઓમાં અંતરિયાળ વિસ્તારોમાં કાર્યકરોને જોમ અને જુસ્સા સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું .