આજે કચ્છ/ જિલ્લા૦માં કોવીડ વેકસીનેશન કાર્યક્રમ મોકૂફ

વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ માટે ચાલતું રસીકરણ અભિયાન આજે તા.૮/૭/૨૦૨૧ના જિલ્લામાં મોકૂફ રાખવામાં આવ્યું છે. કોવીડના ૩ જા તબક્કાને ધ્‍યાને લઈ સરકાર દ્વારા કોવીડ રસીકરણ કાર્યક્રમ અમલમાં મુકેલ છે તેમજ લોકોને હજુ પણ કોરોના માસ્‍ક પહેરવું, ભીડભાડવાળી જગ્‍યા એ ન જવું, હાથ ધોવા તેમજ સેનીટાઈઝ કરવા વગેરેનો જે અમલવારી હજુ પણ ચાલુ રાખવા જણાવવામાં આવે છે. આજે તા.૮/૭/૨૦૨૧ ના રોજ વેકસીનેશન કાર્યક્રમ કચ્‍છ જિલ્‍લાની તમામ સાઈટો પર મોકુફ રાખવામાં આવે છે જેની ખાસ નોંધ લેવા તેમજ આપના નજીકના કેન્‍દ્ર પર વેકસીનેશન કાર્યક્રમનું ભવિષ્‍યનું આયોજન કરવામાં આવે ત્‍યારે પોતાનું રસીકરણ કરાવવા અપીલ કરવામાં આવે છે તેવું મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો.જનક માઢક, જીલ્‍લા પંચાયત કચ્‍છ દ્વારા જણાવાયું છે.