આજે કચ્છમાં કોરોનાના 183 કેસ નોધાયા

જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સોમવારે કચ્છમાં સર્વાધિક ર૩૪ કેસો નોંધાયા બાદ, ગઈકાલે 177 કેસ નોંધાયા હતા. તો આજે પણ સતત બીજા દિવસે પ્રમાણમાં ઓછા કેસો નોંધાતા આંશિક રાહત મળી છે. આજે કચ્છમાં કોરોનાના કેસો બેવડી સદીથી ઘટીને 183 જેટલા નોંધાયા છે. સંક્રમણના વ્યાપમાં ઘટાડો થઈ રહ્યો છે. તંત્રની મહેનત હવે રંગ લાવી રહી હોય તેવુ જણાઈ રહ્યુ છે. રાજ્ય સરકારની યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે રાજ્યમાં 14 હજાર 120 કેસ નોંધાયા છે તેમજ 8 હજાર 595 દર્દીઓ સાજા થયા છે, જેમાં કચ્છમાં 183 વ્યક્તિઓને આ બીમારીનો ચેપ લાગ્યો છે. જ્યારે રાજ્યની યાદીમાં 10 લોકો મોતને ભેટ્યા હોવાનું દર્શાવાયું છે.