સૌના સાથી, સરળ વ્યક્તિત્વના પ્રતિક વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિન

હકારાત્મક વિચારધારાના લીધે અજાતક્ષત્રુ પ્રતિભા ધરાવતા વિજયભાઈએ કચ્છને લખલુટ વિકાસકામોની આપી છે ભેટ
• નર્મદાજળ કચ્છમાં સાક્ષાત કરવાના ખરા યશોભાગી નરેન્દ્રભાઈ પછી વિજયભાઈ જ બની રહેશે • નર્મદાજળના ર૪ કીમીના કામોને હાઈપાવર બેઠકથી બનાવી દીધા છે વેગવાન • ખારા પાણીમાથી મીઠુ જળ બનાવતા ડીસેલીનેશન પ્લાન્ટની પણ આપી છે કચ્છને ભેટ • અછત-અબોલજીવો, પશુઓ-ઘાસચારા, મનરેગા થકી રોજગારીની વખતોવખત સેવી છે વિજયભાઈએ કચ્છ પ્રત્યે ચિતા

ગાંધીધામ : ગુજરાતમાં શાસનના ચાર વર્ષ પુરા કરીને પાંચમા વર્ષમાં વધુ સારા ગુજરાતની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહેલા મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર અને સવાયા કચ્છી એવા વિજયભાઈ
રૂપાણીનો આજે જન્મદિન છે અને કચ્છઉદયના લાખો વાંચક પરિવાર શ્રી વિજયભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા તથા સ્વસ્થ અને શ્રેષ્ઠ જીવનની શુભકામના પાઠવે છે તથા તેમની ગુજરાત અને રાષ્ટ્રની સેવામાં વધુ પ્રતિબદ્ધ રહે તેવી પણ શુભકામના પાઠવીએ છીએ.વિજયભાઈ રૂપાણી એક એવું વ્યક્તિત્વ છે જે સૌને પોતાનું લાગે છે, પછી તેઓએ આરએસએસ સ્વયંસેવક તરીકે, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે, ભાજપના એક શિસ્તબદ્ધ સૈનિક, રાજકોટના કોર્પોરેટરથી મેયર સુધીની સફર તથા બાદમાં રાજયના રાજકારણમાં એક અગ્રણી, ભાજપના મહામંત્રી અને રાજકોટના ધારાસભ્ય- રાજયના મંત્રી અને હવે મુખ્યમંત્રી આ તમામ સફરમાં તેઓએ તેમના સિદ્ધાંતો, કાર્ય અને
નેતૃત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવીને સાથે સાથે ‘પથ કા અંતિમ લક્ષ્ય નહી હૈ સિહાસન ચડતે જાના’ મતલબ કે ફકત સતા માટે નહી પણ સતાના માધ્યમથી સેવા માટેનો મંત્ર અપનાવ્યો તે આજે તેમની એક અલગ છબી બનાવી ગયો છે. કદાચ એમ કહીએ તો કોઈને અતિશિયોક્તિ લાગે તો પણ ભાજપના એક કાર્યકર્તા કેવો હોવો જોઈએ તે દ્રષ્ટાંત આપવામાં ગુજરાતના ત્રણ નામ આવે. જેમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણીનું નામ આવે છે જે આજે ભાજપના કાર્યકર્તા માટે એક મોડેલ બની રહે. દરેક નેતૃત્વ પાસેથી શિખવાનું, ખાસ કરીને તેમને રાજકોટમાંથી કેશુભાઈ પટેલ, સ્વ. અરવિંદ મણીયાર, સ્વ. ચીમનભાઈ શુકલ, વજુભાઈ વાળા જેવા ગુજરાત જનસંઘ અને બાદમાં ભાજપના નેતૃત્વ હેઠળ કામ કર્યુ અને એક કાર્યકર્તા તરીકે ધડાયા. શાસનની બારીકીઓ પણ જાણી અને પછી રાજયકક્ષાએ નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ જે કામ કર્યુ તે આજે તેમને એક ભાથુ બની રહ્યું છે.અને આજે છેલ્લા પાંચ માસથી તેઓ સતત રોજેરોજ કોરોનાના સંક્રમીતોથી લઈ કોરોના યોદ્ધાઓ સાથે સીધો સંવાદ અને મુલાકાતોથી શાસનને સતત દોડતુ રાખી અને જે રીતે ગુજરાતને કોરોનાથી શકય તેટલુ મુક્ત રાખવા માટે જે પ્રયાસો કર્યા છે તે આજે તેમના જન્મદિવસે પણ યથાવત છે અને કેક કાપવાના બદલે પ્રજાની પીડા ઓછી કરવામાં તેમની જે પ્રતિબદ્ધતા છે તે સૌને સ્પર્શી લીધી છે. ભાજપનું સંગઠન કેવું હોવું જોઈએ તે દ્રષ્ટાંત રાજકોટથી પુરુ પાડયું.શાસન કેવું હોવું જોઈએ તે નરેન્દ્રભાઈ મોદીના મોડેલને અપનાવીને છતા પણ ખુદના વિચારો સાથે અમલી બનાવ્યું. શાસક તરીકે તેમના મુલ્યાંકન માટે હજુ તા.૭ ઓગષ્ટની રાહ જોઈએ પણ વ્યક્તિ તરીકે તેઓએ જે રીતે પોતાની એક નિર્વિવાદ સરળ, સ્વચ્છ અને સ્વીકાર્ય છાપ બનાવી છે તેનો રાજકીય વિરોધી પણ એક શબ્દ કહી શકે તેમ નથી.કાર્યની સાથે સેવા-સમાજના છેવાડાના વર્ગ- કચરો વિણતા પરિવારના સંતાનોની આંગળી પકડીને તેને ઉપર ઉઠાવવાનું જે કાર્ય તેમના ટ્રસ્ટના માધ્યમથી પ્રારંભ કર્યુ તે આજે સેંકડો પરિવારના જીવનમાં નવો પ્રકાશ લાવી ગયા છે અને તેમાં વિજયભાઈના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીનો સવિશેષ ફાળો એ આ પગલે એક દ્રષ્ટાંત પુરુ પાડયુ છે.વિજયભાઈ રૂપાણી સ્મિત જ સૌને સ્પર્શી જાય છે અને કદી તેમાં શાસકની ઝલક જોવા મળતી નથી. આમ સૌના સાથી તરીકેની તેઓએ જે પોતાની છબી બનાવી છે તેથી સમગ્ર કચ્છ-ગુજરાત કહે છે હેપી બર્થ ડે ટુ યુ વિજયભાઈ.

નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી રૂપાણી ને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી


ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આજે તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી જન્મ દિવસના અભિનંદન આપ્યા છે.વડાપ્રધાનએ મુખ્યમંત્રીશ્રીના
નેતૃત્વમાં ગુજરાત રાજ્યની વિકાસ યાત્રા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે તેમાટે પણ અભિનંદન આપીને શ્રી વિજય ભાઈ રૂપાણી ના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જવન ની કામના કરી છે.