આજે આઈપીએલ ૨૦૧૮ ક્વોલિફાયર-૧ માં Chennai Super Kings અને હૈદરબાદ ટકરાશે

ઇન્ડીયન પ્રીમિયર લીગની ૧૧ મી સીઝનમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમાવનારી પ્રથમ પ્લેઓફ (ક્વોલીફાઈર-૧) માં બે વખતની વિજેતા Chennai Super Kings નો સામનો એક વખત ટાઈટલ પોતાના નામે કરનારી સનરાઇઝર્સ હૈદરાબાદથી છે. આ મેચ સાંજે ૭:૦૦ વાગે રમાશે.

તેમ છતાં આ મેચમાં રમાવનારી ટીમને ફાઈનલમાં પહોંચવાની એક વધુ તક મળશે. હારનારી ટીમ બીજી ક્વોલીફાઈરમાં એલિમીનેટર મેચની વિજેતાથી ટકરાશે.

બેટિંગમાં અંબાતી રાયડુ આ સીઝનમાં ચેન્નાઈ માટે સૌથી સફળ બેટ્સમેન રહ્યા છે. અંબાતી રાયડુની સાથે શેન વોટ્સન ઇનિંગની શરૂઆત કરે છે. મધ્યક્રમમાં સુરેશ રૈના પણ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે, જયારે નીચલા ક્રમમાં ડ્વેન બ્રાવો, ધોની જેવા ખેલાડી રહેલા છે.

ઝડપી બોલિંગમાં શાર્દુલ ઠાકુર, દીપક ચાહર અને લુંગીએ ચેન્નાઈનું બોલિંગ આક્રમણ સારી રીતે સાંભળ્યું છે. જ્યારે સ્પીનમાં રવીન્દ્ર જાડેજા અને હરભજન સિંહ જેવા અનુભવી સ્પિનર તેમની પાસે છે.

બીજી તરફ, હૈદરાબાદની તાકત બોલિંગ છે. ભુવનેશ્વર કુમાર, રાશિદ ખાન, શાકિબ અલ હસન, સિદ્ધાર્થ કૌલ અને સંદીપ શર્મા શાનદાર બોલિંગ કરી રહ્યા છે. ભુવનેશ્વર, કૌલ ટીમને શરૂઆત આપે છે અને રાશિદ-શાકિબની જોડી વચ્ચેની ઓવરમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા સાથે સતત વિકેટ પણ લઇ રહ્યા છે. અંતમાં ભુવનેશ્વર કુમાર રનો પર અંકુશ લગાવે છે.

બેટિંગ ટીમ સંયોજન માટે થોડી ચિંતાનો વિષય બની શકે છે. કેપ્ટન કેન વિલિયમ્સનના સિવાય કોઈ પણ બેટ્સમેન સતત રન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. છેલ્લી કેટલીક મેચમાં શિખર ધવન સારી બેટિંગ કરી રહ્યા છે અને મધ્યક્રમમાં મનીષ પાંડે પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે.