આજના યુગમાં સોશ્યલ મીડીયાનું અનેરૂ મહત્વ : કિશોરભાઈ પીંગોલ

ગાંધીધામ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના યુવા ઉમેદવાર કિશોરભાઈએ શોશ્યલ મીડીયાના કાર્યકર્તાઓ સાથે યોજી ગોષ્ઠી બેઠક : મોટી સંખ્યામાં યુવા કાર્યકરો રહ્યા ઉપસ્થીત : કિશોરભાઈના વિચારોથી પક્ષના યુવા કાર્યકર્તાઓ થયા અભિભૂત

 

ગાંધીધામ : કચ્છમાં વીધાનસભાની ચૂંટણીનો રસપ્રદ જંગ છેડાઈ ચૂકયો છે. જિલ્લામાં ૧૩૦થી વધુ જેટલા ઉમેદવારોએ ફોર્મ રજુ કર્યા છે. અહીની છ વિધાસનભા બેઠક પર ભાજપ-કોંગ્રેસનો મહદઅંશે સીધો જ જંગ જામેલો દેખાય છે ત્યારે પૂર્વ કચ્છના આદ્યોગીક પાટનગર ગાંધીધામ ખાતે પણ કોંગ્રેસ પક્ષે આ વખતે યુવા-શિક્ષીત અને પારદર્શક પ્રતિભા ધરાવતા કીશોર જી પીગોલને મેદાનમાં ઉતાર્યા છે. તેઓના નામની આમ તો જાહેરાત થવાની સાથે જ ગાંધીધામભરમાથી ઉમળકાભેર આવકાર મળી જવા પામી ગયો હતો અને હવે તેઓએ જયારે વીધીવત દાવેદારી પણ નોંધાવી દીધી છે ત્યોર જુદા જુદા કાર્યક્રમો અને બેઠકોમાં પણ કિશોરભાઈ પીંગોલને ગાંધીધામ મતવિસ્તારમાથી જબ્બર સમર્થન મળતુ હોવાનો વર્તારો પણ ખડો થવા પામી રહ્યો છે.
દરમ્યાન જ તાજેતરમાં જ કિશોરભાઈ જી.પીંગોલની આગેવાની હેઠળ જ ગાધીધામ કૌગ્રેસ કાર્યાલય ખતે શોશ્યલ મીડીયાના યુવા કાર્યકરો સાથે મીટીંગ યોજવામા આવી હતી અને ઘણા બધા એજન્ડાઓ પર ચર્ચા પરામર્શ કરવામાઆવ્યા હતા. જેમાં યુવાનોએ ગાંધીધામના ૩૮ વર્ષીય યુવા મોભી એવા કિશોરભાઈ પીગાળના વિચારોથી અભિભૂત થયા હતા. શોશ્યલ મીડીયાના યુવા કાર્યકરોને કિશોરભાઈ પીંગોળ દ્વારા આજના યુગમાં ટેકનોલોજીની મહત્વતા, જાહેરજીવનમાં તેના ઉપયોગ અને તેના વ્યાપ સહિતના બાબતે વિવિધ ચર્ચાઓ કરવામા આવી હતી. આ ઉપરાંત કિશોરભાઈ પીંગોલ દ્વારા ગાધીધામના ભાવિ વિકાસના રોડમેપન વિચારો પણ રજુ કરવામા આવ્યા હતા. ગાધીધામ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા આ ગોષ્ઠી બેઠકમાં મોટી સંખ્યામં સોશ્યલ મીડીયાના યુવાન કાર્યકર્રો હાજર રહ્યા હતા.