આજના દિવસે રોજગાર મળ્યો એનો આનંદ રહેશે – શિક્ષકશ્રી ઠાકર તુનાબેન વિજયભાઇ

પાંચ વર્ષ સુશાસનના સૌના સાથના સૌના વિકાસના હેઠળ ગાંધીધામ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે યોજાયેલા રોજગાર દિવસ કાર્યક્રમ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના જીંજુવાડીયા ગામના વતની ઠાકર તુનાબેન વિજયભાઇને રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે શિક્ષક તરીકેનો નિમણુંકપત્ર મળ્યો જેની ખુશી વ્યકત કરતાં તે જણાવે છે કે, “આજના દિવસે રોજગાર મળ્યો એનો આનંદ રહેશે. ભચાઉ તાલુકાના સામખીયાળીની પી.બી. છાડવા હાઈસ્કૂલમાં સમાજ વિજ્ઞાનના શિક્ષકે તરીકે મને રાજયમંત્રીશ્રીના હાથે નિમણુંક પત્ર મળ્યો છે. એટલે એનો આનંદ તો હોય જ ને” શિક્ષણ વિભાગે અને સરકારે અમને આપેલી તક બદલ સૌનો આભાર માનવીએ છીએ આ નોકરીથી માનભેર ગર્વ વધશે “એમ જણાવે છે શિક્ષકશ્રી તુનાબેન ઠાકર.