આજથી રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર કચ્છ જિલ્લાના પ્રવાસે

રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર તા.૯/૭ થી ૧૧/૭ સુધીના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૯મીએ સાંજે ૧૬ કલાકે દેશલપર (કંઠી) તા.મુન્દ્રા મુકામે ૬૬ કે.વી.સબ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૦મીએ સવારે ૧૧ કલાકે નથ્થરકુઇ તા.ભુજ મધ્યે સરકારી માધ્યમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૧૬ કલાકે મોટી વિરાણી (તા.નખત્રાણા) ખાતે ગૌશાળાના ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૧૭ કલાકે વામોટી તા.અબડાસા મુકામે સરકારી માધ્યમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેશે. ૧૧મીએ સવારે ૧૦ કલાકે જુની કેનીયા હોસ્પિટલ, અંજાર મુકામે ઠકકર હોસ્પિટલ અંજારના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે.