આજથી ‘બ્રિક્સ’ શિખર પરિષદઃ ડોકલામ મુદ્દો ચર્ચાશે?

બીજિંગઃ નૈઋત્ય ચીનના ઝીયામેન ખાતે યોજાનારી બ્રીક્સ દેશોની ત્રણ દિવસીય શિખરમંત્રણામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ ચીનના પ્રમુખ ઝી જિન્પીન્ગની મિટિંગ થવાની શક્યતા છે. પાંચ સભ્યના જૂથ બ્રીક્સની વાર્ષિક મિટિંગમાં આર્થિક, સુરક્ષા તેમ જ અન્ય મુદ્દાઓ અંગે ચર્ચાવિચારણા થશે પરંતુ મોદી અને ઝી વચ્ચેની રૂબરૂ મુલાકાત પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરહદને અડોઅડ આવેલા ડોક્લામ વિસ્તારમાં ભારત-ચીન વચ્ચે આશરે બે માસ જોવા મળેલી લશ્કરી તંગદિલી બાદ આ મુલાકાત અત્યંત મહ¥વની રહેશે. ચાઈનીઝ એકેડેમી ઓફ સોશ્યલ સાયન્સીસ નામક ચીનની ચિંતન મંડળીઓ પૈકી એકના નિષ્ણાત વાન્ગ દેહૂઆએ કહ્યું હતું કે જ્યારથી ડોક્લામ તકરારનો નિવેડો આવ્યો છે ત્યારથી જ મોદી અને ઝી વચ્ચેની ઝિયામેન મિટિંગ ખરેખર બદલાવ લાવનારી મીટીંગ બની રહેશે. ડોક્લામ ખાતે ભારત અને ડ્રેગનના સૈનિકો વચ્ચે ચકમક ઝર્યા બાદ ભારતને યુદ્ધની ધમકી આપનાર ચીનના નિષ્ણાતો પૈકી એક વાન્ગે કહ્યું હતું કે ભારત અને ચીને એકમેક સાથે વૈમનસ્ય રાખવાનું કોઈ જ કારણ નથી. હું તો ચાઈના અને ઈન્ડિયા એક થઈને ‘ચાઈન્ડીયા’ના સંબંધ રાખે તેનો હિમાયતી છું. મારું માનવું છે કે સારો અને સુખદ વળાંક આવી શકે છે. જો આપણે સહિયારી કામગીરી બજાવીએ તો વિશ્ર્વ આપણી વાત સુણશે, એમ વાન્ગે જણાવ્યું હતું. ભારત, ચીન તેમ જ ભૂતાનના ત્રિભેટે આવેલા દુર્ગમ વિસ્તાર ડોક્લામ ખાતે ચીન દ્વારા માર્ગ બાંધકામ કરવામાં આવી રહ્યું હતું અને ભારતે તેનો વિરોધ કરતાં બે માસ કરતાં વધારે સમય ઉભય દેશ વચ્ચે તંગદિલી વ્યાપી ગઈ હતી. તે વેળાએ એમ લાગતું હતું કે આ ઉગ્ર વિવાદથી બ્રીક્સની સફળતા જોખમાશે પણ ગયા સોમવારે તેનું નિવારણ આવી ગયું હતું. સમકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધોના ચાઈના ઈન્સ્ટીટ્યૂટ ખાતેના દક્ષિણ અને અગ્નિ એશિયા તેમ જ ઓસ્નીયા સ્ટડીઝના ડિરેક્ટર હ્યુ શિશેન્ગે કહ્યું હતું કે મોદી આવી રહ્યા છે તે સારા સમાચાર છે પણ સરહદે આવી તંગદિલી વ્યાપી જાય તેનાથી વ્યૂહાત્મક વિશ્ર્વાસઘાત વધે છે. મોદી અને ઝીએ સંકેત આપવા જોઈએ કે આવી તંગદિલીની બીના ફરીવાર ન બને,