આજથી ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને અનુસરશે

ડોર ટુ ડોર પ્રચારનો પ્રદેશ કોગ્રેસના નેતાઓ દ્વારા નારાણપુરામાંથી કરાયા શ્રીગણેશ

અમદાવાદ ઃ ગુજરાતમાં ચૂંટણીનો બ્યુગલ ફુકાઈ ગયો છે ત્યારે રાજકીયપક્ષો દ્વારા પ્રચાર અભિયાન વેગવાન બનાવવામઆવી રહ્યા છે. આજથી ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ પણ ભાજપના પગલે પગલે ચાલે અને અનુસરતી હોય તેમ દેખાય છે. આજથી કોંગ્રેસ દ્વારા ડાર ટુ ડોર પ્રચાર અભિયાનનો આરંભ કર્યો છે. આજે ઢોલનગારા સાથે પ્રદેશ કોંગ્રેસના નેતાઅએ ઘરોઘર જઈ અને પ્રચાર અભિયાન શરૂ કરવામા આવ્યુ છે. કોંગ્રેસ પણ ભાજપની જેમ જ કેન્દ્રમાથી નેતાઓને ડોર ટુ ડોર પ્રચારને માટે બોલાવી શક છે તેમ મનાય છે. કાંગ્રેસ ઘરે ઘરે જઈ અને લોકોને મત આપવાને માટે અનુરોધ કરશે.
આજથી ડોર ટુ ડોર પ્રચાર અભિયાનનો આરંભ કરવામા આવ્યો છે. નારાણપુર વિસ્તારમાં કાંકરીયા હનુમાન મંદીરથી આ પ્રચાર અભિયાનનો આરંભ કર્યો છે. પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોતે આ કાર્યક્રમના શ્રીગણેશ કરાવ્યા છે. આ જ રીતે ગુજરાતભરમાં પ્રદેશના આગેવાનો દ્વારા ઘરો ઘર જઈ અને પ્રચાર અભિયાનને આગળ ધરવામા આવશે. નારાણપુરામાં યુવાવર્ગ, કાર્યકર્તાઓ ઢોલનગારા સાથે ડોર ટુ ડોર પ્રચારઅભિયાનમાં આજે સવારે જાડાયા છે.