આજથી આંતરરાજ્ય હવાઇ સેવાના બીજા તબક્કાનો પ્રારંભ

અમદાવાદ-ભાવનગર, સુરત-ભાવનગર સેવાનો પ્રારંભ

ગાંધીનગર : ગુજરાત સરકારના અતિ મહત્વકાંક્ષી ગણાતા ઉડાન પ્રોજેક્ટ હેઠળ આજથી આંતરરાજ્ય હવાઇ સેવાના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. જેમાં અમદાવાદ-ભાવનગર-અમદાવાદ હવાઇ સેવા અને ભાવનગર-સુરત-ભાવનગર સેવાનો પ્રારંભ થયો છે. ઉડાન યોજના અંતર્ગત ભાવનગરથી સુરત હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એર ઓડિશા દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. જેના ઉધ્ધાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજ્યના શિક્ષણ પ્રદાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ હવાઇ સફર શરૂ થતા રાજ્યને શુભકામના આપી હતી. પત્રકારોએ પૂછેલા ફિ નિયમન અંગે પુછતા તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું. રાજ્યના શિક્ષણ પ્રધાનના હસ્તે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાવનગર-સુરત, સુરત-ભાવનગર હવાઇ સેવાનો પ્રારંભ કર્યો હતો.