આચારસંહિતા બાદ લાંબા સમય બાદ મળેલી નખત્રાણા એટીવીટીની બેઠકમાં ઢગલા બંધ પ્રશ્નો ઉઠ્યા

બેંક, રસ્તા, પાણી, એસટી, વીજરેસા સહિતના પ્રશ્નો તાકીદે ઉકેલવા માંગ ઉઠી : ગેરહાજર જવાબદાર અધિકારીના પુછાણા લેવાયા

 

નખત્રાણા : આચારસંહિતા બાદ લાંબા સમયે પ્રાંત કચેરી ખાતે મદદનીશ અધિક કલેકટર અરવિંદ વિજયનના પ્રમુખ સ્થાને મળેલ એટીવીટી બેઠકમાં ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, તા.પં. પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી, રવિ નામોરી, લધુભાઈ લીંબાણી, વેલાભાઈ રબારીએ તાલુકાના પબ્લિકને કનડતા અનેક પ્રશ્નો રજુ કર્યા હતા જેમાં વીજ પુરવઠો નિયમીત આપવા,જર્જરીત વીજ રેષા બદલવા, તાલુકાના મ.ભો.યો. કેન્દ્ર ઉપર અખાદ્ય-ખાદ્ય પદાર્થ બદલવા અને મેનું પ્રમાણે ભોજન આપવા, અંગિયા મોટા રેવન્યુ મુદ્દા, ધાવડી મોટાના હકપત્રક ગૂમ થયા તેનો નિકાલ કરવા, વિધવા સહાયના રૂપિયા ઓનલાઈન થતા તે મળતા નથી, કોટડા(રોહા) ચોરી, દારૂના વેપલા સામે પગલા લેવા, એસટી બસો નવા રૂટ ચાલુ કરવા તથા સવારના અંતરિયાળ ગામોના રૂટના સમયમાં ફેરફાર, વિથોણ બેંકના કેસીયર સામે પગલા લેવા, વિથોણ-લક્ષ્મીપર રસ્તાનું અધુરૂ કામ પૂર્ણ કરવા, ટોલટેક્ષ નાબુદ કરવા, રોહાને પ્રવાસન ધામ તરીકે વિકસવવા, ઉજાલા ગેસ યોજના લાભાર્થી લાભ આપવા, વિરાણી સ્કૂલ ગ્રાન્ટ ટેબલ કરવા, આરોગ્યની ખૂટતી કડી પુરવા, મંજલ પીએચસી સહિતના મુદ્દા અગ્રેસર રહ્યા હતા અને જવાબદાર અધિકારી હાજર ન રહેતા તેની સામે પગલા લેવા અને સિંચાઈ તથા પાણીના પ્રશ્નો ઉપરાંત ટેન્કર નવા વસાવવા માંગ ઉઠી હતી. મામલતદાર એ.કે. ઠક્કર, ટીડીઓ શૈલેષભાઈ રાઠોડ, મીતાબેન દેસાઈ, શ્રીવાસ્વત, જ્યોતિબેન પારેખ, ડીવાયએસ રવિતેજાની શેટ્ટી તથા તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.