આગામી ૧૫મી ઓકટો.૨૦૨૧ સુધી ધુડખર અભ્યારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ

આગામી તા.૧૫/૧૦/૨૦૨૧ સુધી ધુડખર અભ્યારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવેલ છે. સને ૧૯૬૩ના ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે, કચ્છનું નાનું રણ આઇલેન્ડ/બેટ સહિત કચ્છના નાના રણ અને તેને લાગું પડતા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય, શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાન “જંગલી ગધેડાઓના અભ્યારણ્ય” તરીકે જાહેર કરેલ છે. આ અભ્યારણ્યમાં ધુડખર, દિપડા, ચિંકારા, કાળિયાર, નીલગાય, ઝરખ, નાર, શિયાળ, લોકડી, તેમજ સાંઢા વગેરે જેવા વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. જેથી રાતના સમયે બિન અધિકૃત વ્યકિતઓએ વાહનો લઇ કે પગપાળા અભ્યારણ્યમાં પ્રવેશ કરવો નહીં તથા દિવસ દરમ્યાન ૨૦ કિ.મી.થી વધુ ઝડપે કોઇએ વાહનો ચલાવવા નહીં. તેમ છતાં આવા કોઇ વ્યકિતઓ માલુમ પડશે તો તેમની સામે વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું એસ.એસ.અસોડા નાયબ વન સંરક્ષક, ધુડખર અભ્યારણ્ય, ધ્રાંગધ્રા દ્વારા જણાવાયું છે.