આગામી ૧લી જુનથી ૩૧ જુલાઈ સુધી યાંત્રીક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશીક જળ વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ

કચ્છ જિલ્લાનાં તમામ મત્સ્ય કેદ્ર ખાતેનાં બોટ માલીકોને જણાવવાનું કે, ગુજરાત સરકારશ્રીનો ગુજરાત મત્સ્યોધોગ કાયદો તથા અધિનિયમ-૨૦૦૩માં ગુજરાત રાજ્યનાં કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગનાં તા: ૨૦/૦૫/૨૦૨૦નાં જાહેરનામાથી ફીશીંગ બાન સમયગાળામાં ફેરફાર જાહેર કરવામાં આવેલ છે. જે ધ્યાને લઇ રાજયના દરીયાઇ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ 0૧ જુન-૨૦૨૧થી તારીખ ૩૧ જુલાઇ-૨૦૨૧ સુધી યાંત્રીક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશીક જળ વિસ્તારમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝ્ડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી)ને બાકાત રાખવામાં આવે છે તેમજ પગડીયા માછીમારોને પણ બાકાત રાખવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર  ગુજરાત મત્સ્યોધોગ કાયદો-૨૦૦૩ની કલમ-૬/૧(ટ)ના ભંગ બદલ કલમ-૨૧/૧(ચ) મુજબ દંડને પાત્ર થશે તેવું મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામકશ્રી-ભુજ(કચ્છ) દ્વારા જણાવયું છે.