આગામી વર્ષથી ૧૨૦૦૦ રૂપિયામાં યુરોપની ટિકિટો

મુંબઇઃ આગામી વર્ષથી માત્ર ૧૨૦૦૦ રૂપિયામાં યુરોપની ટિકિટ મળી શકે છે. ભારતમાં હાલમાં સસ્તી સ્થાનિક ફ્લાઇટ ને લઇને માર્કેટમાં બુમ છે. જા કે એક વર્ષની અંદર જ આંતરરાષ્ટ્રીય લાંબા અંતરની ફ્લાઇટની ટિકિટ પણ સસ્તી કરવામાં આવી શકે છે. જેના ભાગરૂપે યુરોપની ટિકિટ ૧૨૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ બની શકે છે. યુરોપ, અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા બાદ આ કારોબાર હવે ભારતમાં આવી શકે છે. આ ઉડાણો ભારતમાં સસ્તી વિમાની સેવા આપનાર કંપનીઓ તરફથી ઓફર કરવામાં આવી શકે છે. જા સ્પાઇસ જેટ અને ઇન્ડીગો જેવી એરલાઇન્સ સસ્તી કિંમત પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ઓફર કરવામાં વિલંબ કરશે તો તે પોતાની રીતે સેવા આપી શકે છે. સિંગાપોર એરલાઇન્સની સહાયક કંપની સ્કુટ ભારતમાં આ પહેલ કરી શકે છે. સ્કુટ પાંચમી આઝાદીના નામ પર બન્ને દેશો વચ્ચે સસ્તી વિમાની સેવા આપી શકે છે. ભારતમાં સ્કુટના હેડ ભારત મહાદેવને કહ્યુ છે કે આ યોજના ભારતમાં અમલી કરી દેવામાં આવ્યા બાદ મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ અને કોલક્તા જદેવા શહેરોથી સીધી વિમાની સેવા યુરોપના શહેર સુધી શરૂ કરાશે. જેમાં કોપેનહેગન, વિયેના, કેરો, માનચેસ્ટરનો સમાવેશ થાય છે.
સ્કુટ તરફથી મુંબઇ-કોપેનહેગન ફ્લાઇટ માત્ર ૧૨૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. આમાં યાત્રીને ૨૦ કિલો સુધી ચીજવસ્તુઓ લઇ જવા માટેની સુવિધા આપવામાં આવનાર છે. યુરોપની રિટર્ન ટિકિટ ૨૬૦૦૦ રૂપિયામાં હોઇ શકે છે. હાલમાં ભારત અને યુરોપ વચ્ચે ભાડુ ૪૫૦૦૦ રૂપિયા છે.