આગામી રવિવારે માત્ર વાણિજયીક એકમો સાથે સંકળાયેલા વ્યમકિતઓ માટે કોવિડ-૧૯ રસીકરણની ખાસ મહાઝુંબેશ યોજાશે

કેન્‍દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સૂચનો તેમજ માર્ગદર્શિકાઓ મુજબ કચ્‍છ કલેકટરશ્રીના તા.૧૯.૭.૨૦૨૧ ના રોજ જાહેરનામું બહાર પાડેલ છે. જેમાં જણાવ્‍યા મુજબ કોરોના જેવા ભયંકર રોગને સાવેચેતી માટે તમામ વાણિજિયક એકમોના વ્‍યકિતઓએ તા.૩૧-૭-ર૦ર૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્‍યથા આવા વાણિજિયક એકમો ચાલુ રાખી શકાશે નહીં. તા.રપ/૭/ર૦ર૧, રવિવારના રોજ કચ્‍છ જીલ્‍લા ખાતે ફકત વાણિજિયક એકમો સાથે સંકળાયેલા વ્‍યકિતઓ માટે કોવીડ રસીકરણ કેમ્‍પનું ખાસ આયોજન કરવામાં આવેલ છે. જે આપના વિસ્‍તારમાં લાગુ પડતા નજીકના રસીકરણ સ્‍થળ પર જઈ પ્રથમ ડોઝ લેવાનો રહેશે. સરકારશ્રીની ગાઈડલાઈન તેમજ કલકેટરશ્રીના તા.૧૯/૭/૨૦૨૧ના જાહેરાનામા મુજબ નીચે મુજબના વ્‍યકિતઓએ/ વાણિજયીક એકમોને  અમલીકરણ કરવા જણાવવામાં આવે છે. તમામ દુકાનો, વાણિજિયક સંસ્‍થાઓ, લારી-ગલ્‍લાઓ, શોપિંગ કોમ્‍પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્‍યુટી પાર્લર, રેસ્‍ટોરેન્‍ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્‍ય વ્‍યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ લાભાર્થીઓ, જીમ, વાંચનાલયો, કોચીંગ સેન્‍ટરો, ટયુશન કલાસીસ, પબ્‍લિક તેમજ પ્રાઈવેટ બસ ટ્રાન્‍સપોર્ટના ડ્રાઈવર, કંડકટર તેમજ અન્‍ય સ્‍ટાફ, રમત-ગમતમાં ભાગ લેનારા ખેલાડીઓ, સપોર્ટ સ્‍ટાફ ગ્રાઉન્‍ડ, સિનેમા થિયેટરો ઓડીટેરીયમ એસ્‍મેબલી હોલ , મનોરંજન સ્‍થળો, વોટરપાર્ક, તથા સ્‍વિમીંગ પુલ વગેરેના ઉપરોકત તમામ માલિકો, સંચાલકો, કમર્ચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા વ્‍યકિતઓને કોરોના વેકસિનનો પ્રથમ ડોઝ તારીખ ૩૧-૭-ર૧ના રોજ લેવાનો રહેશે. તદઉપરાંત તમામે ફેસ માસ્‍ક અને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે તેવું ડો.જનક માઢક મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી જીલ્‍લા પંચાયત કચ્‍છ-ભુજ દ્વારા જણાવાયું છે.