આગામી રરમીએ જિજ્ઞેશ મેવાણી આવશે કચ્છ

ભુજ ખાતે એસસી/ એસટી/ ઓબીસી અને માઈનોરીટી સેલ દ્વારા આયોજન સંદર્ભે યોજાઈ બેઠક

ભુજ : કચ્છમાં દલિતો અને લઘુમતિ સમાજ પર થતા અત્યાચાર મુદ્દે તેમનો અવાજ બુલંદ બનાવવા યુવા દલિત નેતા જિજ્ઞેશ મેવાણી કચ્છની મુલાકાતે આવશે. આગામી રરમી જાન્યુઆરી તેઓ કચ્છની મુલાકાત લઈને સભા સંબોધન કરવાની સાથે દલિતોના પ્રશ્નો સાંભળીને યોગ્ય સ્તરે રજૂઆત કરશે.
ભુજના આંબેડકર હોલ ખાતે આ સંદર્ભે બેઠક મળી હતી જેમાં જિજ્ઞેશ મેવાણી કચ્છ મુલાકાત સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી રરમી જાન્યુઆરીએ જિજ્ઞેશ મેવાણી કચ્છની મુલાકાતે આવશે. હાલમાં સંત રોહિદાસ નગરમાં જે રીતે મંદિર તોડી પાડવામાં આવ્યું છે તે મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખીને દલિતો પર થતા અત્યાચારને વાચા આપવામાં આવશે. જિજ્ઞેશ મેવાણી તેમની આ કચ્છ મુલાકાત સંત રોહિદાસનગરમાં તોડી પડાયેલા મંદિરના સ્થળની મુલાકાત લેશે. આ ઉપરાંત તેમની સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે એસી/ એસટી / ઓબીસી અને માઈનોરીટી સેલ દ્વારા યોજાયેલી બેઠકમાં કિશોર પિંગોલ, નરેશ મહેશ્વરી, માનવ મકવાણા, કાન્તિલાલ વિંઝોડા, મામદ લાખા, જખુભાઈ મહેશ્વરી, અનિલ યાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.