આખરે પાકિસ્તાની સૈન્યની શાન ઠેકાણે આવી

નવીદિલ્હી : અત્યાર સુધી યુદ્ધની ધમકીઓ આપનારા પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા હવે ભારત સાથે શાંતિ અને સ્થિરતા સ્થાપવા માંગે છે. જેના ભાગરૂપે ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાની સેના પ્રમુખે ભારતના સૈન્ય અધિકારી સંજય વિશ્વરાવ અને તેમની ટીમને પાકિસ્તાન દિવસ પર ઈસ્લામાબાદમાં યોજાનારી પરેડમાં ભાગ લેવા આમંત્ર્યા.
એટલું જ નહીં તેના બે સપ્તાહ બાદ પાકિસ્તાનના સેનાધ્યક્ષ બાજવાએ કહ્યું છે કે, પાકિસ્તાની સૈનય ભારત સાથે શાંતિ અને વાતચીત ઈચ્છે છે. બ્રિટિશ થિંક ટેંક રાયલ યૂનાઈટ્‌સ સર્વિસેઝ ઈન્સ્ટિટ્યૂટ્‌સએ પોતાના એનાલિટિકલ રિપોર્ટમાં આ વાત કહી છે.બંને દુશ્મન દેશો વચ્ચેની આ પહેલ એક અનોખી બાબત છે. બંને દેશ સપ્ટેમ્બરમાં રશિયામાં યોજાનારા સૈન્ય અભ્યાસમાં પણ ભાગ લેશે, જેમાં ચીનની પણ ભાગીદારી રહેશે. હવે ઇેંજીંના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલ પર બંને દેશો વચ્ચે ગોળીબારની ઘટનાઓ બાદ આ પ્રયાસ વધુ ઝડપી બન્યાં છે. ઇેંજીં સાથેની વાતચીતમાં પાકિસ્તાનના સેના પ્રમુખે કહ્યું હતું કે, અમે ચીન-પાકિસ્તાન ઈકોમોનિક કોરિડોરમાં ભારતનો સહયોગનું સ્વાગત કરીએ છીએ.