પદો મેળવવાની લાલસા ન સંતોષાતા આડેધડ આક્ષેપબાજી કરનારાઓને પેટમાં સુળ ઉપડતાં કરી દીધી સાચી-ખોટી રજુઆતો

ગાંધીધામ : જાહેરજીવનમાં આજે મહત્વકાંક્ષાઓ કેટલી ચરમસીમાએ પહોચી ગઈ છે તે ગાંધીધામ શહેર ભાજપમાં સારા-કર્મઠ અને પ્રજાભિમુખ પ્રમુખ સહિતની ટીમની નિયુકિત થવા પામતા જેઓના સપના અધુરા રહી ગયા તેવા તત્વોના પેટમાં સુળ ઉપડતા કેટકેટલી ખોટી અને પાયાવિહોણી રજુઆતો રઘવાયા થઈને કરવા મંડી ગયા છે તેનો દાલખો સામે આવવા પામી રહ્યો છે. સંકુલમાં પાંચ પોઠીયાના હુલામણા નામે પ્રખ્યાત તત્વો સંગઠનમાં વરણી માટે મોઢું ધોઈને બેઠા હતા પણ કર્મનિષ્ઠ જિલ્લા ભાજપના રણનીતીકારોએ પણ ફોટાસેસનવાળાને જાકારો જ આપી દેતા કાર્યાલયમાં સાફસફાઈ અને ફટાકડાઓ સહિતની તૈયારીઓ કરી લેનાર પાંચ પોઠીયા આણી ટોળકીમાં સન્નાટો છવાઈ ગયો અને આવા વરણીમાં બાકાત રહી ગયેલાઓએ પેટમા જાણે કે તેલ રેડાયુ હોય તેમ પ્રમુખશ્રી ગાંધીધામના રહેવાસી નથી અને ગામડામાં રહેતા હોવાની વાહિયાત રજુઆતો કરી દીધી હતી. આ પ્રકારે થયેલી રજુઆત કેટલી રાગદ્વેષ અને રઘવાયા થયેલા તત્વોની અંધતાના દર્શન કરાવનારી છે તેનો દાખલો પણ અહી સામે આવવા પામી ગયો છે. આ અંધ અને ગંધ ભકતો પંકજભાઈનુ આદિપુર કચ્છ પ્લોટ ન. ૪૮-૪૯ ટેનામેન્ટ વોર્ડ પાંચ-એમા આવેલા મકાન, વીજબીલ, રાશનકાર્ડ સહિતમાં નામ-ઠામ બોલી રહ્યા છે. સત્તાના મોહ અને લાલસામાં અંધ બનેલા પાંચ પોઠીયાઓ સાચી-ખોટી રજુઆત કરતા પહેલા આધારો જોઈ-ચકાસી લે તેવી ટકોર પણ થવા પામી રહી છે.