આઈ.ટી.આઈ. ભુજ ખાતે ૨૬ મી ઓક્ટોબર સુધી ચોથા તબક્કા હેઠળ પ્રવેશ માટે નોંધણી કરાવી શકાશે

આઈ.ટી.આઈ. ભુજ ખાતે કાર્યરત જુદા જુદા વ્યસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવા માટેની ચોથા તબક્કાની અરજી પ્રક્રિયા કર ચાલું છે. પ્રવેશ મેળવા માટે રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ ૨૬/૧૦/૨૦૨૧ છે. આઈ.ટી.આઈ ખાતે ધોરણ ૮ પાસ તથા ૧૦ પાસ માટે વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. વધુ વિગત માટે નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા આચાર્ય,ઔદ્યોગિક તાલીમ સંસ્થાભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.