આઈ.ટી.આઈ. ભચાઉ ખાતે એડમીશન માટે પ્રવેશ ફોર્મ ભરવાની અને રજીસ્ટ્રેશન કરવાની તારીખ નિયત કરાઇ

આઈ.ટી.આઈ- ભચાઉ ખાતે એડમીશન-૨૦૨૧માં વ્યવસાયિક કોર્ષ (વેલ્ડર તથા કોપા)માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા તા:૦૩/૦૭/૨૦૨૧ થી ૨૦/૦૭/૨૦૨૧ સુધી નિયત કરવામાં આવે છે તથા ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ:૨૧/૦૭/૨૦૨૧ સાંજે ૦૫:૦૦ કલાક સુધી છે. જેથી ધો-૮-૯-૧૦ પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે આઈ.ટી.આઈ – ભચાઉ  ખાતે રૂબરૂ હાજર રહેવા આચાર્ય/એક્ષ-ઓફીસીઓ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભચાઉ-કચ્છ દ્વારા જણાવાયું છે.