આઇટી એકટની કલમ ૬૬એના ઉપયોગથી સુપ્રીમ નાખુશ, કહ્યુંઃ આ ભયાનક છે

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,આઇટી એકટની કલમ છ ૬૬ ના વારંવાર ઉપયોગ કરવા બદલ સુપ્રીમ કોર્ટે આંચકો અને નારાજગી વ્યકત કરી છે. સુપ્રીમ કોર્ટે ૨૧૦૫માં એક ઐતિહાસિક ચુકાદામાં આ સેકશનને રદ કરી નાંખી હતી. આઇટી એકટની કલમ છ ૬૬ હેઠળ પોલીસ ઓનલાઇન વાંધાજનક સામગ્રી પોસ્ટ કરનારા લોકોની ધરપકડ કરી શકતી હતી.
ન્યાયાધીશ રોહિંટન નરીમન, કેએમ જોસેફ અને બીઆર ગવઇની બેંચે કહ્યું કે કલમ રદ થવા છતા તેનો ઉપયોગ ચાલી રહ્યો છે તે ચોંકાવનારી વાત છે અમે નોટીસ ઇશ્યૂ કરીશું.પીપલ યૂનિયન ફોર સિવિલ લિબર્ટીઝ નામના એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગ કરી હતી કે કેન્દ્રને સુચના આપવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રએ બધા પોલીસ સ્ટેશનોને જણાવવું જોઇએ કે સેકશન ૬૬ એ હેઠળ ફરિયાદ કરવાની નથી. જયારે સુપ્રીમ કોર્ટેને કહેવામાં આવ્યું કે આઇટી સેકશન હેઠળ ૧૦૦૦ થી વધારે કેસ નોંધાઇ ચૂકયા છે. તો જસ્ટિસ નરીમને કહ્યું કે ગજબ કહેવાય, જે ચાલી રહ્યું છે તે એકદમ ભયાનક છે.સુપ્રીમ કોર્ટે ૨૪ માર્ચે ૨૦૧૫ના દિવસે એવું કહીને આ કલમ રદ કરી હતી કે આઇટી એકટની કલમ છ ૬૬ એ અસ્પષ્ટ, અસંવેધાનિક અને બોલવાની આઝાદીનું ઉલ્લંઘન કરનારી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનારના વકીલ સંજય પારિખે કોર્ટને કહ્યું કે સેકશન ૬૬ છ રદ થતા પહેલાં ૧૧ રાજયોમાં ૨૨૯ કેસો હતા. જયારે એ પછી તો આંકડો ૧૩૦૭ થઇ ગયો છે અને ૫૭૦ હજુ પેન્ડિંગ છે. પારિખે કહ્યું કે લોકો પરેશાન થઇ રહ્યા છે. કેન્દ્ર બધી હ્લૈંઇ અને સક્રીય તપાસના ડેટા ભેગા કરે અને એ કેસ પણ જોવામાં આ જે પેન્ડિંગ છે. કોર્ટે કેન્દ્રને જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે.આઇટી એકટને ૨૦૦૦માં પસાર થયો હતો તે વખતે વિવાદાસ્પદ ધારા ૬૬ છને સામેલ કરવામાં આવી નહોતી.. ૨૦૦૮માં આ એકટમાં સશોધન કરીને કલમ ૬૬છને ઉમેરવામાં આવી જે ફેબ્રુઆરી ૨૦૦૯થી લાગૂ કરવામાં આવી હતી. આ કલમ ઇલેક્ટ્રોનિકસ ડિવાઇઝ પર વાંધાજનક કન્ટેન્ટ પોષ્ટ કરવાના સંબંધમાં છે. આ કેલમ હેઠળ દોષી સાબિત થનારને ૩ વર્ષની જેલ અને ૫ લાખ રૂપિયાનો દંડ અથવા બનેંની જોગવાઇ છે.