આંબલિયારા અને જંગીમાં પવનચક્કીમાંથી રૂપિયા ૪ર હજારનો કેબલ ચોરાયો

તસ્કરોએ પવનચક્કીના જુદા જુદા પોઈન્ટમાં વાયર કાપી નુકસાન પણ કર્યું

ભચાઉ : તાલુકાના આંબલિયારા અને જંગીમાં આવેલી પવનચક્કીના જુદા જુદા પોઈન્ટમાંથી ચોરી અને નુકસાન કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.સામખિયાળી પોલીસમાં આંબલિયારામાં રહેતા કિરીટસિંહ કાકુભા જાડેજાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, આંબલિયારા ગામની તેમજ જંગીની સીમમાં આવેલી પવનચક્કીઓમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. જે મુજબ ૧૬મી જુલાઈથી ૧ સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ સુઝલોન કંપનીની પવનચક્કીનો દરવાજો હથિયાર વડે કાપી ૧૦ મીટર કોપર કેબલ ઈલેેકટ્રીક વાયર અંદાજીત કિંમત રૂપિયા ૪ર હજારની ચોરી કરી હતી. તેમજ પવનચક્કી નંબર એસ-૧૦૪માં પાવર પેનલથી ટ્રાન્સફોર્મરમાં જતા ઈલેકટ્રીક કેબલને કાપી નુકસાન કર્યું હતું. તો પવનચક્કી નંબર એસ-૧૦રમાં પણ ૧૭ કેબલને કાપી નુકસાન કરાયું હતું. તેમજ પવનચક્કી નંબર એસ-૯માં પાવર પેનલના વાયર કાપી કેપીસિટરને ડેમેજ કરવામાં આવતા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.