આંદામાન- નિકોબારમાં અનુભવાયા ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ

(જી.એન.એસ.)પોર્ટ બ્લેયર,આંદામાન દ્વીપ વિસ્તારમાં આજે સવારે ૧.૪૪ વાગે ભુકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્તર પર ભૂકંપની તીવ્રતા ૪.૨ માપી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના ભૂકંપની જાણકારી આપી છે.ત્યારે ૭ જુલાઈએ આસામના ગોલપાડામાં બુધવારે સવારે ૮.૪૫ વાગે ભૂકંપની ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા ૫.૩ જણાવવામાં આવી હતી. ત્યારે મેઘાલય અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આંચકા અનુભવાયા છે. મેઘાલયમાં બુધવારે સવારે લગભગ ૮.૪૫ વાગે ૫.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ત્યારે દાર્જીલિંગ અને કુચ બિહાર સહિત ઉત્તર બંગાળના કેટલાક ભાગોમાં આંચકો અનુભવાયો હતો.