આંતરકલહ કચ્છમાં કોને-કેટકેટલો નડશે?રાજકીય ઉહાપોહ

ગાંધીધામ ઃ રાજકારણને તો વિના કારણે વગડતું ગાંડપણ જ કહેવાય છે. રાજકારણમાં કોઈ કયારે કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા તે વાત જેટલી સાચી છે તેટલી જ રાજકીય ક્ષેત્રમાં મહત્વકાંક્ષાઓ પણ અંતિમ ઘડી સુધી પણ છુટતી જ નથી હોતી એ પણ એટલી જ સાચી છે. હાલમાં જયારે ગુજરાતભરમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે વિશ્વની સૌથીમોટી પાર્ટી ભાજપને માટે પણ આંતરીક જુથવાદ માથાના દુખાવારૂપ જ બનેલો મુદો છે. રાજયભરમાં ચૂંટણીઓ યોજાઈ છે તેમાં પણ સિનીયર નેતાઓને સાઈડલાઈન કરાવવા જુનીયાર નેતાઓ અને આગેવાનો દ્વારા કઈક છાના ખેલ ખેલાયા હેવાની વાત છે અને તેવી જ ચર્ચાઓ કચ્છમાં પણ સતત થવા પામી રહી છે. કચ્છની છ બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની ટકકર હતી. રાપરમાં ત્રીપાંખીયો જંગ ખેલાયો છે તેવા સમયે ઠેર-ઠેર ભાજપને વીશેષ આતંરીકકલહનો સામનો કરવો પડયો હોય તેવા ચિત્રો વિશેષ જાવાયા હતા. વિવીધ વિધાનસભા મતક્ષેત્રોમાં પણ આ જ રીતે જુથવાદ, નારાજગી, અસંતોષની આગ ફેલાયલી જાવાઈ હતી. શીસ્તબદ્વ પાર્ટી હોવાથી ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો કરવામા આવે તે સમજી શકાય તેવી વાત છે. ચુંટણી દરમ્યાન પણ ભાજપ દ્વારા પણ કચ્છની બેઠકો પર પણ જયાં કયાંય આંતરીક મઠાગાઠો દેખાત હતી ત્યા દુર કરવા માટે ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ગુપ્ત બેઠકો યોજી હતી તેમ છતા પણ જુથવાદે તો પોતાનો ભાગ ભજવ્યો જ છે તેવુ જાણકારો માની રહ્યા છે. અબડાસા બેઠકની વાત કરીએ તો ભાજપને અહી જુથવાદ અસરકારક નીવડશે. કોનો અને કેટલો જુથવાદ રહ્યો છે તે ફોડ પાડીને એટલા માટે કહેવાની જરૂર નથી કે છેલ્લા એકાદ વરસથી ભાજપના જ બે દિગ્ગજાનો જુથવાદનો ડખ્ખો અહી સતત સમાચારોમાં આવતો જ રહ્યો છે. સામેપક્ષ કોંગ્રેસને માટે અબડાસામાં કોઈ મોટા આતંરીક ખટરાગનો વિષય પ્રદુમ્નસિંહની સામે હોય તેવુ જણાતુ નથી. વાત કરીએ માંડવી બેઠકની તો ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ માંડવીમાં તો જુથવાદને લઈને જાહેરકાર્યક્રમોમાં વરવા ચિત્રો બની ચૂકયા જ હતા. તેવામાં સ્થાનિકે માંડવી-મુંદરા બન્ને વિસ્તારોમાં જેઓ સ્થાનિકેથી ટીકીટના દાવેદારો હોય તેઓની નારાજગી સહેજે સહેજ સમજી શકાય તેવી છે. કોંગ્રેસને માટે તો અહી પણ સર્વસ્વીકાર્ય શકિતસિંહ જ હોવાથી વિશેષ પડકાર જુથવાદ નહી બને તેમ કહેવુ અસ્થાને નહી કહેવાય. વાત કરીએ ભુજ વિધાનસભા બેઠકની તો અહી પણ ભાજપમાં વીશેષ જુથવાદ દેખાયો હોઈ શકે છે. માધાપર પટ્ટામાં વોટીંગ પેર્ટનને તેણે અસર પાડી હોઈ શકે આ ઉપરાંત સુખપર,મિરજાપર સહિતના પાટીદાર પટ્ટામાં તથા બન્ની વિસ્તારમાં પણ ભાજપનો જુથવાદ અસરકર્તા નીવડી શકે અને તે કોને કોની સામે નુકસાન કરે છે તે પણ સમજી શકાય તેવી દીવા જેટલી સ્પષ્ટ વાત છે. સામેપક્ષે અંજાર શહેરમાં ભાજપના રાષ્ટ્રયી અધ્યક્ષ અમિતભાઈ શાહ ખુદ સભા ગજવવા દોડી આવ્યા તે સુચક માની શકાય તેમ છે અને ઘણુ કહી જવા માટે પુરતુ જ છે.
સામેપક્ષે અંજાર બેઠકમાં કેટલાક ગામડાઓ ભુજ તરફના પણ આવતા હોવાથી ત્યાના પણ મજબુત આગેવાનોએ અંજાર બેઠક પર ઈફેકટ કરવાના પ્રયાસ નહી કર્યા હોય તેમ માની ન શકાય. ત્યાર બાદ ગાંધીધામની બેઠકનો ડખ્ખો તો ટીકીટ જાહેર થયાની સાથે જ જિલ્લા ભાજપ કાર્યાલય સુધી રોષસ્વરૂપે પહોંચી ચુકયો હતો. તો વળી તે પછી રાપરની બેઠકની વાત કરીએ તો અહી અન્ય પડકારો વધારે અસરકારક બની રહે અને જુથવાદ ન ફાવે તેવુ ચિત્ર પણ જાવાઈ રહ્યુ છે. હવે કઈ બેઠક પર આ જુથવાદ મતદારોને અટકાવવા કે રોકવાની દીશામાં કેટલુ ફાવ્યુ અને કેટલુ નુકસાન કર્તા રહ્ય છે. તે આગામી ૧૮મીએ જ ખ્યાલ આવી શકે તેમ છે.