આંગણવાડી કેન્દ્ર ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી

લીલા શાકભાજી અને ફળની ડિશ સુશોભન સ્પર્ધાનું કુનરીયા બાલિકા પંચાયત દ્વારા આયોજન

લીલા શાકભાજી અને ફળની ડિશ સુશોભન સ્પર્ધાનુ કુનરીયા બાલિકા પંચાયત દ્વારા ગઈકાલે આયોજન કરવામા આવ્યુ હતુ. આંગણવાડી કેન્દ્ર ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  જેમાં SAG યોજના અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી નોંધાયેલ કિશોરી તથા PURNA યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી તથા શાળાએ ન જતી કિશોરીઓ દ્વારા વિવિધ ફળ, લીલા શાકભાજી, કઠોળ માંથી પોષ્ટિક સલાડ લીલા શાકભાજી અને ફળની ડિશ સુશોભન સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યું હતું. બાલિકા પંચાયતની રચના બાદ કામગીરી પણ શરૂ કરી તારીખ ૨૭/૦૭/૨૧ ના કુનરીયા જૂથ ગ્રામ પંચાયત ના માર્ગદર્શન હેઠળ બાલિકા પંચાયતે કુનરીયા આંગણવાડી નં. ૧ મા પોષણ દિવસ ની ઉજવણી કરી સમાવિષ્ટ કિશોરીઓ ની શાકભાજી અને ફળ ની ડિશ સુશોભન સ્પર્ધા રાખવામા આવી હતી જેમા ૧૫ જેટલી કિશોરી ઓએ હર્ષભેર ભાગ લીધો હતો જૂલાઇ માસમા ઉપલબ્ધ શાકભાજી અને ફળો ની ડિશમાં  સજાવટ કરી ફળો અને શાકભાજી ખાવાથી શું ફાયદા થશે એનુ વર્ણન કર્યુ હતુ. સ્પર્ધાત્મક યુગમા સ્વાસ્થ્ય સબંધીત જાગૃતિ આવે અને પોતાની જાતને સ્વસ્થ બનાવે એ માટે આ પ્રયોગ લાંબા ગાળે ખુબ ઉપયોગી થશે. આ સ્પર્ધામાં  રીયા રણછોડભાઇ કેરાસીયાને પ્રથમ અને આનંદી અરૂણ ભાઇ છાંગાને બીજો ક્રમ મળ્યો હતો. બાલિકા પંચાયતના સરંપચ ભારતી ગરવાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ ભાગ લેનારને પ્રોત્સાહન આપ્યુ હતુ. આંગણવાડી કાર્યકર ગીતાબેન વારોત્રાનું તમામ કિશોરીઓને માર્ગદર્શન મળ્યુ હતુ. કિશોરીઓમાં  રહેલા કુપોષણના પ્રમાણને દૂર કરવા નાના નાના પણ અગત્યના પગલા લેવા પડશે અંતે તમામ કિશોરીઓ આ સ્વાદિષ્ટ ફળની ડિશો આરોગી આનંદ વ્યક્ત કર્યો હતો.