અહીં પણ કર્ણાટક ફોર્મ્યુલા તો નહીં અપનાવાય ને..! : ગુજરાતના રાજકારણમાં ભૂકંપના ભણકારા

નીતિન પટેલને કટ ટુ સાઇઝ કરવાનો નિર્ણય અમિતભાઈને ભારે પડવાની ભેદી ગોઠવણો તેજ

 

શું વિજયભાઈની સરકારને લાવી દેવાશે લઘુમતીમાં? : નીતિનભાઈ, બાબુભાઈ, પરસોત્તમ સોલંકી, સી.કે.રાઉલજીની રચાઈ ધરી..! : કેન્દ્રીય નેતાગીરી ડેમેજકન્ટ્રોલની
કવાયતમાં- વિજયભાઈને જ સોંપાઈ જવાબદારી

 

નારાજગી હોવાની વાત અફવા : મને કેટલાક લોકો બદનામ કરવા કરે છે વાયરલ મેસેજ : રાજીનામા મુદ્દે નીતિન પટેલે કરી સ્પષ્ટતા : પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈએ પણ નીતિનભાઈના સમર્થનમાં કરી ટીપ્પણી

 

અમિત શાહની ઓચીંતી અ’વાદ મૂલાકાત ૫ણ સૂચક

ડે.સીએમના રાજીનામાની અફવા મીડીયામાં ગુમ થઈ ગયેલા હાર્દિક પટેલનું તો કયાંક ફરીથી સસ્તીપ્રસિદ્ધી માટેનું તો આ તુત નથી ને? રાજકીય વિશ્લેષકોનો ઈશારો

 

કઈ કઈ ફોર્મ્યુલાથી ઉથલી શકે છે સરકાર?
ગાંધીનગર : સુત્રોના દાવા પ્રમાણે ભાજપની નેતાગીરીથી નારાજ રપથી વધુ ધારાસભ્ય નીતીન પટેલ સાથે ભાજપ છોડવાના મુડમાં છે. નોધનીય છે કે, નીતિનભાઈ કેમ આવુ પગલુ હવે ભરી રહ્યા છેતેની વાતે ચર્ચા કરીએ તો તેઓને સીએમ નથી બનાવાયા ત્યારથી નારાજ ચાલી રહ્યા છે. ભાજપથી અલગ થયા બાદ તેઓ સીએમ બનવા ઈચ્છે છે. તેઓને ખુટતુ સંખ્યાબળ પુરૂ પાડવાની ખાત્રી કોંગ્રેસે આપી છે. સત્તાના ભાગીદાર થયા વગર અથવા કર્ણાટક ફોમ્યુલા પ્રમાણે ભાજપથી થયેલા જુથને કોંગ્રેસ ટેકો આપે અને નીતીન પટેલ મુખ્યમંત્રી પદ સંભાળે તેવી પણ એક ફોમ્યુલા વિચારણા હેઠળ છે.

 

પછી જ ભાજપ ઓપરેશન નીતિનને આપશે અંજામ
ગાંધીનગર : જો કે ભાજપની નેતાગીરી અત્યારે તપાસી રહી છે કે ખરેખર પટેલ સાથે કેટલા છોડી શકે છે જેના આધારે ભાજપ ઓપરેશન નીતિનને આખરી અંજામ આપી શકે છે.

 

 

ગાંધીનગર : કર્ણાટકમાં બહુમતી હોવા છતા સરકાર બનાવવામાં નિષ્ફળ ભાજપને વધુ એક તોફાનનો સામનો કરવો પડે તેવી સ્થિતી મોદી-શાહની હોમપીચ ગુજરાતમાં જ આકાર લઈ રહી હોવાનો વર્તારો રાજકીય વિશ્લેષકો જોઈ રહ્યા છે. સીએમ વિજયભાઈ રૂપાણી ની સરકારમાં ભાજપને પણ થઈ ચૂકી છ.ે જેના પગલે ભાજપના અગમચેતી પ્લાન અંતર્ગત ડેમજ કંટ્રોલ એકસાઇજ શરૂ કરી દીધી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
વિજય રૂપાણીની સરકારની રચના થઈ ત્યારે ખાતા ફાળવણીના મુદે રિસાઈ ગયેલા નીતિન પટેલે શિસ્તબદ્ધ કહેવાતી ભાજપને વિમાસણમાં મુકી દીધી હતી. નીતિન પટેલ જુથનો દાવો છે કે ભાજપની નેતાગીરી શિસ્તના નામે આતંરીક અવાજને કાયમ માટે દબાવી દેવાય છે. તેમનો આરોપ છે કે અમિત શાહી, નીતીન પટેલને પસંદ કરતા નથી. જેના કારણે નીતીન પટેલને કોઈ પણ કારણોસર પ્રધાનમંડળમાથી પડતા મુકવાનો નિર્ણય લેવાયો છે. જયારે ભાજપના સુત્રોએ આપેલી માહીતી પ્રમાણે નીતીન પટેલ, બાબુભાઈ બોખીરીયા, પુરૂષોત્તમ સોલંકી, અને સી.કે.રાઉલજીની ધરી રચાઈ રહી છે. આ ચારેય સિનિયર નેતાઓ મળી ભાજપની અલગ થઈ એક નવુ જુથ રચવાનો નિર્ણય કર્યો હોવાની જાણકારી કેન્દ્રીય નેતાઓને મળી રહી છે. જયારે નીતીન પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકાય તેની સાથે એક નવુ જુથ વિજય રૂપાણી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી ભાજપની સરકારને લઘુમતીમાં મુકી શકે તેવી સ્થિતીનું નિર્માણ કરવાનો ઈરાદો છે. જો કે આ અંગે કેન્દ્રીય ભાજપની નેતાગીરી અવગત છે. અને આ જુથને નિષ્ક્રીય કરવાની જવાબદારી પણ વિજયભાઈને જ સોપવામા આવી છે. જેના પગલે જ રૂપાણીએ બે દિ પહેલા જ બાબુભાઈ સાથે ગુપ્ત બેઠક યોજી હતી અને તેમની નારજગી ટુંકમા જ દુર કરી દેવાનું આશ્વાસન આપ્યુ હતુ. રાઉલજી શંકરસિંહ જુથના માણસ મનાય છે જેના કારણે તેઓ તેલ જુઓ તેલની ધાર જુઓની નીતી અખ્ત્યર કરી રહ્યા છે. હજુ સુધી રાઉલજીને નીતીન પટેલ ઉપર ભરોસો નથી. તે ખરેખર નીતિન પટેલ સાથે કેટલાક ધારાસભ્યો છે.