અશ્વિન પટેલ કોણ છે હું ઓળખતો જ નથી :  હાર્દિક પટેલ

ભુજ : રવિવારે હાર્દિક પટેલ કચ્છની મુલાકાતે આવ્યો હતો. કચ્છ મુલાકાતમાં માંડવી તાલુકાના ભેરૈયા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલની સભા યોજાઈ હતી. એકતરફ હાર્દિક કચ્છ મુલાકાતે હતો અને બીજી તરફ હાર્દિકની વિડિયો ક્લીપ વાયરલ થયાની ચકચારી ઘટના સામે આવતા રાજકારણ ગરમાયું છે. જા કે, હાર્દિકે કચ્છમાં જ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, અશ્વિન પટેલ કોણ છે હું તેને ઓળખતો જ નથી. તેવામાં પાસના કન્વિનર અને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલનો વિડિયો વાયરલ થતાં અનેક પ્રકારના તર્કવિતર્કો વહેતા થયા છે. સામે આવેલી ઘટનાને પગલે કોંગ્રેસે હાર્દિકનો બચાવ કર્યો છે અને ભાજપ હાર્દિક પર હુમલો બોલાવીને તેના ચારિત્ર્ય સામે સવાલો ઉભા કયા છે. જા કે, હાર્દિકે આ સમગ્ર ઘટનાને વખોડીને વિડિયો ક્લીપ ખોટી હોવાનો દાવો કર્યો છે. આ ઘટના બાદ પણ હાર્દિક તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. અને આવું કામ તેને બદનામ કરવા માટેનું છે. પાટીદાર સમાજને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું હાર્દિકે જણાવ્યું હતું. આ સંદર્ભે પોતાના સ્તરેથી તપાસ ચલાવીને જરૂર જણાશે તો કાયદાકીય પગલાં લેવાની વાત પણ હાર્દિક પટેલે કરી હતી.