અ’વાદના રખિયાલમાં ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ, ૨ આરોપીઓની ધરપકડ

(જી.એન.એસ)અમદાવાદ,અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાંથી અમેરિકન નાગરિકો ઠગતા ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યાં છે. જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે ક્વાયત હાથ ધરવામાં આવી છે.પોલીસને બાતમી મળી હતી કે, રખિયાલમાં ચાલી રહેલા ગેરકાયદેસર કોલ સેન્ટર દ્વારા અમેરિકાના નાગરિકોને લોનના નાણાં ભરપાઈ કરવાનું કહીને ઠગવામાં આવી રહ્યાં છે. જેના આધારે પોલીસે કોલ સેન્ટર પર દરોડા પાડીને સુરેશ ઠાકોર અને નરેન્દ્ર કોરડિયાને ઝડપી પાડ્યા હતા.આ સાથે જ પોલીસે કોલ સેન્ટરમાં દરોડા દરમિયાન લેપટોપ, મોબાઈલ અને રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.