અવકાશમાં વર્ચસ્વ માટે ટ્રમ્પ હરકતમાં : સ્થાપશે સ્પેસફોર્સ

વૉશિંગ્ટન : પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની નેમ અવકાશમાં અમેરિકાનું વર્ચસ
સ્થાપવા નવી લશ્કરી સેવા સ્પેસ ફોર્સની રચના કરવાની નેમ છે. પણ પૅન્ટાગોનના સંરક્ષણ વડા જૅમ્સ મટ્ટીસ કહે છે કે એનાથી બિન જરૂરી ખર્ચનો બોજ વધશે. પૅન્ટાગોન અવકાશમાં અમેરિકાના આર્થિક અને સલામતીને લગતા હિતની સુધારણા કરવાની દિશામાં આગળ ડગલું ભરી રહ્યું છે પણ ટ્રમ્પને એનાથી સંતોષ થશે કે કેમ તે અસ્પષ્ટ છે. વહીવટી તંત્રનો ઈરાદો આવતા અઠવાડિયે
પૅન્ટાગોનના અભ્યાસનાં પરિણામો જાહેર કરવાનો છે. પૅન્ટાગોને અવકાશ યુદ્ધ માટેનાં પરિબળો સંગઠિત કરીને સંસ્થાકીય ફેરફાર કરવાના મુદ્દે અભ્યાસ કર્યો હતો જે માત્ર કૉંગ્રેસ જ કરી શકે છે. અલગ સર્વિસ માટે કાયદો લાવવાની દરખાસ્ત આગામી વર્ષ સુધી મેજ પર રજૂ કરવામાં આવે તેવી શક્યતા જણાતી નથી. ટ્રમ્પે ‘સ્પેસ ફોર્સ’ ની જૂનમાં જાહેરાત કરી તે પહેલાં જ મટ્ટીસે જણાવ્યું હતું કે અવકાશ માટે લશ્કરી પાંખની રચના કરવાની અપેક્ષા છે.