અલ્પેશને રાજસ્થાન, MPની સોંપાઈ જવાબદારી

ગાંધીનગરઃ થોડા સમય પહેલા ગુજરાતમાં પરપ્રાતિયો પર થયેલા હુંમલા બાદ અલ્પેશ ઠાકોરની છબી ખરડાઈ હતી તેમ છતા કોંગ્રેસ હાઈકમાન્ડે તેમની ઉપર વિશ્વાસ મુક્યો છે અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને રાજસ્થાન અને મધ્યપ્રદેશની જવાબદારી સોપાઈ છે. લાંબા સમયથી આ નિમણૂક અટકી પડી હતી છેવટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા અલ્પેશ ઠાકોર ઉપર મહોર લગાવવામાં આવી છે. ૪ મંત્રીઓને અલગ અલગ જોન મુજબ જવાબદારી સોપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે. શનિવાર સાંજ સુંધીમાં નવું માળખું જાહેર કરવામા આવશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ નવા માળખાને રાહુલ ગાંધી એ મંજુરી આપી દીધી છે.