અલવિદા ‘હવા હવાઈ’ : બોલીવુડ શોકમાં : પીએમ – રાષ્ટ્રપતિની શોકાંજલિ

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભીનેત્રી શ્રીદેવીનું ૫૪ વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથે દુબઇ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં તેને હાર્ટ એટેક આવતા તેની તબીયત અચાનક બગડી હતી અને તેમનું નિધન થઈ ગયું છે. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે. ચાર દાયકા સુધી સિલ્વર સ્ક્રિન પર ચમકતી શ્રીદેવીએ હાલમાં જ મોમ ફિલ્મમો કામ કર્યું હતું. તેના પહેલા ઈંગ્લિશ વિંગ્લિશ મૂવીમાં કમબેક કરી તેમણે પડદા પર જબરદસ્ત વાપસી કરી હતી. શ્રીદેવીએ ખુદા ગવાહ, મિસ્ટર ઈન્ડિયા અને ચાંદની જેવી સુપરહિટ ફિલ્મો કરી હતી. બોલીવુડ સિવાય તેણે અનેક તમિલ, મલયાલમ, કન્નડ, હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે.